અમરેલી: શાંતાબા ગજેરા હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં (Amreli Shantaba Gajera hospital in controversy) આવી છે. આ વખતે વિવાદનું કારણ દર્દીઓને મોતિયાના ઓપરેશન બાદ આંખોમાં ગંભીર પ્રકારના બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થતાં મામલો ગરમાઈ રહ્યો છે. હાલ 17 જેટલા દર્દીઓને ઓપરેશન (17 patients serious after eye operation ) બાદ આંખોમાં ગંભીર પ્રકારનું ઇન્ફેક્શન થતાં તમામ દર્દીઓને અમદાવાદ અને ભાવનગરની હોસ્પિટલમાં આંખોની રોશની બચી શકે તે માટેની સારવાર આપવામાં આવી રહી છે.
25 જેટલા દર્દીઓનું મોતિયાનું ઓપરેશન :અમરેલીની શાંતાબા ગજેરા મેડિકલ કોલેજમાં 16 થી 22 નવેમ્બર દરમિયાન 25 જેટલા દર્દીઓનું મોતિયાનું ઓપરેશન (25 patients Cataract operations) કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક દર્દીઓને આજે આંખોમાં તકલીફ થતા તેની તપાસને અંતે આંખોમાં ગંભીર પ્રકારના બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગ્યું હોવાનું સામે આવતા તા તમામ દર્દીઓને સારવાર માટે અમદાવાદ અને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તમામ દર્દીઓની આંખોની રોશની બચી શકે તે માટે સારવાર આપવામાં આવી રહી છે. સમગ્ર મામલાને લઈને રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે પણ યોગ્ય અને ન્યાયપૂર્વક તપાસની ખાતરી આપતા મામલો કેટલો ગંભીર છે તેના પર ઈશારો થઈ રહ્યો છે.