- તૌકતે વાવાઝોડાને પગલે જાફરાબાદ ફિશરીઝ વિભાગ સતર્ક
- ફિશરીઝ વિભાગે વિવિધ બોટ એસોસિએશનને કર્યા એલર્ટ
- 16 મે સુધીમાં 700 બોટને પરત ફરવા સૂચના આપી
અમરેલીઃ છેલ્લા 2 વર્ષથી સીઝનની શરૂઆતમાં આવતું વાવાઝોડું માછીમારોને હેરાન કરી રહ્યું છે. સદભાગ્યે હજી સુધીમાં વાવાઝોડું દરિયાકિનારે ટકરાયું નથી પણ તકેદારીના ભાગરૂપે તંત્ર સતર્ક બન્યું છે. રાજ્ય સરકારે પણ સતર્ક બની દરિયાકાંઠાના રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવા આદેશ આપ્યાં છે અને આવા સ્થળોએ એનડીઆરએફની ટીમો પણ મોકલવાની તૈયારી કરી છે. જાફરાબાદ ફિશરીઝ અધિકારી જે. પી. તોરણીયાને સૂચના મળતા બોટ એસોસિયેશનના પ્રમુખને જાણ કરી વાવાઝોડાને ધ્યાનમાં લઇ બોટો પરત બોલવા આદેશ આપ્યો છે. ઘણા દરિયા કિનારા ઉપર પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
જાફરાબાદ ફિશરીઝ વિભાગ સતર્ક, વાવાઝોડાની આગાહીના કારણે માછીમારોને બોલાવ્યાં પરત
કોરોનાની મહામારી વચ્ચે હવે વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે 19-20 તારીખે ટકરાય તેવી હવામાન વિભાગની આગાહીને લઇ દરિયો ન ખેડવા સૂચના આપી માછીમારો એલર્ટ કરાયાં છે. જાફરાબાદ ફિશરીઝ વિભાગે 16 તારીખ સુધીમાં 700 જેટલી બોટ ને કિનારે પરત ફરવા સૂચના આપી છે.
જાફરાબાદ ફિશરીઝ વિભાગ સતર્ક, વાવાઝોડાની આગાહીના કારણે માછીમારોને બોલાવ્યાં પરત