ગુજરાત

gujarat

ETV Bharat / state

ધારી વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયા વિજયી

ધારી બેઠક પરની પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીના પરિણામનો અંત આવ્યો છે. ધારી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જેવી કાકડિયાનો ભવ્ય વિજય થયો છે. શરૂઆતથી જ તેઓએ લીડ મેળવી હતી કુલ 29 રાઉન્ડમાં મતગણતરી થઇ હતી અંતિમ 29મો રાઉન્ડ પૂર્ણ થતાં 17,209 મતથી તેમનો વિજય થયો હતો.

ધારી વિધાનસભા બેઠક ઉપર ભાજપના જે.વી. કાકડિયા વિજયી
ધારી વિધાનસભા બેઠક ઉપર ભાજપના જે.વી. કાકડિયા વિજયી

By

Published : Nov 10, 2020, 7:45 PM IST

Updated : Nov 10, 2020, 8:56 PM IST

  • 94 ધારી વિધાનસભા બેઠક પર ભાજપના જે વી કાકડિયાનો વિજય
  • કુલ 16,596 મતે ભવ્ય વિજય, ભાજપ અગ્રણીઓ કાર્યકર્તાઓ મોટીસંખ્યામાં રહ્યાં હાજર
  • જે.વી કાકડિયાને કુલ 49,974 મત મળ્યાં

    અમરેલી: પ્રતિષ્ઠાની બની ગયેલી વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામનો પટારો ખૂલી ગયો છે. અમરેલી ધારી બેઠક પર ભાજપમાં જોડાઈ ગયેલાં પૂર્વ કોંગ્રેસી જે.વી કાકડિયાની જીત થઈ છે. તેમને કુલ 49,974 મત મળ્યાં હતાં તો કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાને 32,765 મત મળ્યાં હતાં.
  • નેતાગીરીના લીધે જ કોંગ્રેસને ફટકો પડે છે
  • વિજય મેળવ્યા બાદ તેમના ધર્મપત્ની કોકિલાબેન કાકડિયાએ જણાવ્યું હતું કે, "લોકો જાણે છે, જે.વી હાલ સરકારમાં છે તેથી સરકારના પ્રતિનિધિ કેવાય, લોકોને અમારા પર વિશ્વાસ છે અમે કામ કરીશું, નેતાગીરીના લીધે જ કોંગ્રેસને ફટકો પડે છે, મંત્રી પદની લાલસા નથી અમે ખેડૂતોના કામ કરીશું ગામડે ગામડે ચેકડેમ બાંધીશું."
    ધારી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જેવી કાકડિયાનો ભવ્ય વિજય
  • વિકાસની રણનીતિ હું શીખ્યો છું

    જીત મેળવ્યા બાદ જેવી કાકડિયા જણાવ્યું હતું કે, "હું મારા મતદારોનો આભારી છું જે નેતાઓએ મને જે જીતાડ્યો છે તે નેતાઓનો આભારી છુંં અને મીડિયાનો આભારી છું. લોકોએ મને જનાદેશ આપ્યો છે હું લોકોના કામ કરતો હતો અને કરતો રહીશ, મારું ગામડું જે કંઈ છે એ કરવા માટે હું બંધાયેલો છું. હું ગામડાના કામ કરીશ, વિકાસની રણનીતિ હું જીત્યો છું. વિકાસ સિવાય બીજું કંઈ છે નહીં.
Last Updated : Nov 10, 2020, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details