ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજુલામાં બંધ પડેલ રેલવે સ્ટેશન શરૂ કરવા ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત - ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત

અમરેલીના રાજુલામાં વર્ષોથી રેલવે સ્ટેશન (Railway station closed in Rajula for years) બંધ હાલતમાં પડેલ છે. રાજુલામાં બંધ પડેલ રેલવે સ્ટેશન શરૂ કરી રાજુલાથી મુંબઈ, સુરત અને અમદાવાદનો ટ્રેન વ્યવહાર શરૂ કરવા ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીયપ્રધાન પરસોતમ રૂપાલાને રજૂઆત કરી હતી.

રાજુલામાં બંધ પડેલ રેલવે સ્ટેશન શરૂ કરવા ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત
રાજુલામાં બંધ પડેલ રેલવે સ્ટેશન શરૂ કરવા ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત

By

Published : Dec 26, 2021, 5:09 PM IST

અમરેલી:અમરેલીનું રાજુલા વસતિ, વિસ્તાર અને ઔદ્યોગિક ક્ષેત્રે વિકસીત શહેર છે. તેમ છતા પણ અહી વર્ષોથી શહેરમાંરેલવે સ્ટેશન બંધ છે. બાજુમાં આવેલ પીપાવાવ પોર્ટ ખાતે રેલ્વેની માલગાડી શરૂ છે. આમ છતાં પણ રાજુલામાં એક પણ પેસેન્જર ટ્રેન (Not a single passenger train arrives in Rajula) આવતી નથી. શહેરમાં જૂનુ રેલવે સ્ટેશન શરૂ કરી મુંબઈ, અમદાવાદ અને સુરતનો કાયમી ટ્રેન વ્યવહાર શરૂ કરવા માંગણી કરી છે.

ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીયપ્રધાન પાસે માંગ કરી

બીજી તરફ અત્યારે મહુવા- બાંદ્રા ટ્રેન અઠવાડીયામાં બે દિવસ ચાલૂ છે. તેને પણ કાયમી દોડાવામાં આવે તો શહેરના વેપારી અને મજુરોને મુસાફરી માટે ફાયદો થશે. અત્યારે આવા સમયે રાજુલાના રેલવેના પ્રશ્નો હલ કરવા ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીયપ્રધાન પાસે માંગ કરી હતી.

આ પણ વાંચો:Navsari Railway Station: 24 વર્ષથી રેલવે મંત્રાલય ઊંઘમાં, નવસારી જિલ્લો રેલવેના ચોપડે હજુ પણ તાલુકો જ છે!

આ પણ વાંચો:Junagadh Municipal Corporation: જૂનાગઢ શહેરને ફાટક મુક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારને જૂનાગઢ મનપાની અપીલ

ABOUT THE AUTHOR

...view details