અમરેલીઃ સાવરકુંડલાના લીખાળા ગામે ફાયરિંગની ઘટના બની હતી. જે બાબતે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.
સાવરકુંડલાના લીખાળામાં જમીન બાબતે ફાયરિંગ, પિતા-પુત્ર ફરાર - Savarkundla Rural Police Station
અમરેલીના લીખાળા ગામે જમીનમાં ભાગ આપવા મુદ્દે ફાયરિંગ થયું હતું. જે બાબતે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી કવાયત હાથ ધરી છે.
![સાવરકુંડલાના લીખાળામાં જમીન બાબતે ફાયરિંગ, પિતા-પુત્ર ફરાર સાવરકુંડલાના લીખાળા ગામે જમીન બાબતે બની ફાયરિંગની ઘટના](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7214916-778-7214916-1589557244041.jpg)
સાવરકુંડલાના લીખાળા ગામે જમીન બાબતે બની ફાયરિંગની ઘટના
સાવરકુંડલાના લીખાળા ગામે ફાયરિંગની ઘટના સામે આવી હતી. લિખાળા ગામે જમીનમાં ભાગ આપવા મુદ્દે ફાયરિંગ થયું હતું. જીવલેણ હુમલામાં એક રાઉન્ડ ફાયરિંગ કરી પિતા-પુત્ર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.
આરોપી ફરાર થયાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ફરિયાદ નોધતાની સાથે જ સાવરકુંડલા પોલીસે આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી.