અમરેલી: રાજુલા તાલુકાના વિસળીયા નેસડીના સીમ વિસ્તારમાં અપમૃત્યુની ઘટના દુ:ખદ ઘટના બની છે. એક મહિલાએ પોતાના ત્રણ બાળકો સાથે કુવામાં કુદી આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમા ચકચાર મચી જવા પામી છે. આ મહિલા અને તેના 2 પુત્ર તેમજ 1 પુત્રીના મૃતદેહોને રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યા હતા.
રાજુલામાં મહિલાએ 3 બાળકો સાથે કર્યો આપઘાત - visliya
અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા તાલુકાના વિસળીયા ગામના સીમ વિસ્તારમાં એક મહિલાએ પોતાના ત્રણ બાળકો સાથે કૂવામાં જંપલાવી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
રાજુલામાં મહિલાએ ત્રણ બાળકો સાથે કર્યો આપઘાત
આ ઘટનાને પગલે Dysp કુશલ ઓઝા સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હોસ્પિટલમા પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી અને ધારાસભ્ય અંબરીશ ડેર પણ આવી પહોંચ્યા હતા. પોલીસે ઘર કંકાસથી કંટાળીને આ પગલુ ભર્યુ હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.