ગુજરાત

gujarat

ETV Bharat / state

Amreli Vadiya Village: કોરોનામાં માવતર ગુમાવેલ 11 દિકરીઓનાં ગોવર્ધન ગૌશાળાના ટ્રસ્ટીઓએ કરાવ્યા લગ્ન - Economically weak families

અમરેલી શહેરના વડીયા ગામે ગોવર્ધન ગૌશાળાના વડીયા(Trustees of Govardhan Gaushala) ગામની સહાયથી 11 દિકરીઓના લગ્ન કરાવ્યા હતા. આ ઉપરાંત, આ દીકરીઓએ કોરોનાના સમયમાં તેમના માતા-પિતાને ગુમાવ્યા હતા. પરિવારમાં પણ આર્થિક રીતે નબળી સ્થિતિ(Economically weak families) હતી.

Amreli Vadiya Village: કોરોના મા બાપ ગુમાવેલ 11 દિકરીઓનાં ગોવર્ધન ગૌશાળાના ટ્રસ્ટીઓએ કરાવ્યા લગ્ન
Amreli Vadiya Village: કોરોના મા બાપ ગુમાવેલ 11 દિકરીઓનાં ગોવર્ધન ગૌશાળાના ટ્રસ્ટીઓએ કરાવ્યા લગ્ન

By

Published : Apr 22, 2022, 8:41 PM IST

અમરેલી:કોરોનામાં પરિવારનો આધાર ગુમાવી ચૂકેલા પરિવારની આર્થિક કફોડી સ્થિતીમાં(Economically weak families) જુવાનજોધ દીકરી કોના લગ્ન કેમ કરાવે એવી પરિસ્થિતિમાં અમરેલીના વડિયામાં સરપંચ અને દાતાઓના સહયોગથી માબાપ વગરની 11 દીકરીઓના પાલક પિતા બની દીકરીઓને ધામધૂમથી લગ્ન કરાવ્યા હતો. આ નવતર પ્રયાસ વડીયાની ગોવર્ધન ગૌશાળા(Trustees of Govardhan Gaushala) દ્વારા કરવામાં આવ્યો હતો.

અમરેલીના વડિયામાં સરપંચ અને દાતાઓના સહયોગથી માબાપ વગરની 11 દીકરીઓના પાલક પિતા બની દીકરીઓને ધામધૂમથી લગ્ન કરાવીને નવતર પ્રયાસ વડીયા ની ગોવર્ધન ગૌશાળા દ્વારા કરવામાં આવ્યો

આ પણ વાંચો:Mass wedding ceremony in Jamnagar : તપોવન ફાઉન્ડેશન દ્વારા 16 અનાથ યુવતીઓના ધામધૂમપૂર્વક લગ્ન કરાવાયાં

ગામમાં એકી સાથે 11 વરરાજાની જાન જોડાઈ - આજુબાજુના ગામની દીકરીઓ કે જેના મા-બાપ કોરોનામાં મૃત્યુ પામેલા(Lost parents in Corona Pandemic) હોય તેવી દીકરીઓને વડિયા ગામમાં(Amreli Vadiya Village 0 એકી સાથે 11 વરરાજાની જાન જોડાઈ હતી. જાણે આખું ગામ ભેગું થાયને દીકરીઓના શાહી લગ્ન(Royal wedding of daughters Amreli) કરાવ્યા હોઈ એવું દ્રશ્ય નજરો આવ્યું હતું. ગામના લોકોએ માવતર બનીને વરરાજાઓને સત્કાર કર્યો હતો.

આ પણ વાંચો:Marriage In Tribal Society: પ્રાચીન પરંપરા પ્રમાણે આદિવાસી સમાજમાં થાય છે લગ્ન, દરેક વિધિનું હોય છે ખાસ મહત્વ

દીકરીઓને કરિયાવરમાં બધી જ વસ્તુઓ પૂરી પાડી -આ મોંઘવારીમાં એક દીકરીના લગ્ન કરવા હોય તો પણ વિચાર કરવો પડે છે. ત્યારે વડીયા ગામના સરપંચ 11 દીકરીઓના પાલક પિતા અને ગોવર્ધન ગૌશાળાના ટ્રસ્ટીઓ અને ત્યાં સેવા કરતા લોકો દ્વારા દીકરીઓને કરિયાવરમાં બધી જ વસ્તુઓ પૂરી પાડી મંડપ મુહૂર્તથી લઇ અને વિદાય સુધીની બધી જ વિધીમાં સમસ્ત ગ્રામજનો હાજર રહી અને દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવ્યા.

ABOUT THE AUTHOR

...view details