અમરેલી: જિલ્લાના લાઠી તાલુકાના ગામોમાં પાક વિમાને લઈને ખેડૂતોએ અનોખો રીતે વિરોધ દર્શાવ્યો હતો. પાક વિમાને લઈને ખેડૂતોએ ખેતરોમાં સરકાર વિરૂદ્ધ બેનરો લગાવ્યા હતા. પાક વીમો ન મળતા ભાલ, વાવ, ઠાંસા, ધામેલ, હજીરાધાર તેમજ દામનગર સહિતના ગામોમાં ખેડૂતોએ વિરોધ નોધાવ્યો હતો.
અમરેલીમાં પાક વીમાને લઈને ખેડૂતોએ સરકાર વિરૂદ્ધ બેનરો લગાવ્યા - Farmers issue in amreli
કોરોના મહામારીને કારણે દરેક ક્ષેત્રની આર્થિક સ્થિતિ પર માઠી અસર પડી છે. જેમાં જગતના તાત ખેડૂતો પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે, અમરેલી જિલ્લામાં પાક વિમાને લઈને ખેડૂતોએ સરકાર વિરોધી બેનરો લગાવ્યા હતા.

અમરેલીમાં પાક વીમાને લઈને ખેડૂતોએ સરકાર વિરૂદ્ધ બેનરો લગાવ્યા
પાક વીમાના આંકડાઓ સરકાર કેમ સંતાડી બેઠી છે? તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા. અમારા આ ખેતરનો છેલ્લા પાંચ વર્ષનો વીમો લૂંટારાઓ લૂંટી ગયા કે સરકાર જ ખાઈ ગઈ તેવા સવાલો લઈને વિરોધ નોધાવ્યો હતો. અમરેલી જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ નરેશ વિરાણી તેમજ તાલુકાના ખેડૂતોએ મુહિમ શરૂ કરી છે. આવનારા દિવસોમાં આખા તાલૂકમાં ખેડૂતો બેનરો લગાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.