અમરેલી: સિંહોના મોતનો સિલસિલો યથાવત છે. ત્રણ દિવસ પહેલા હડાળા રેન્જમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. તો બે દિવસ પહેલા તુલસીશ્યામ રેંજની સરસીયા રેવન્યુ વિસ્તારમાં સિંહણનું મોત થયું હતું.
ખાંભા વિસ્તારમાં સિંહોનો મોતનો સિલસિલો યથાવત, છેલ્લા ચાર દિવસમાં 3 સિંહણના મોત - અમરેલીમાં સિંંહોની મોત
અમરેલીના ધારી ગીર વિસ્તારમાં ચાર દિવસમાં 3 સિંહણના મોત નિપજ્યા છે. સિંહણના મૃતદેહને વનવિભાગ દ્વારા પોસ્ટમાર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.
ખાંભા વિસ્તારમાં સિંહોનો મોતનો સિલસિલો યથાવત, છેલ્લા 4 દિવસમાં 3 સિંહના મોત
આ ઉપરાંત ગુરુવારે ધારી ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં વધુ એક સિંહણનુ મોત નિપજ્યું છે. આ સાથે જ ચાર દિવસમાં 3 સિંહના મોતથી વનવિભાગ ચિંતામાં મૂકાયું છે. ધારીના ગોવિંદપુરના રેવન્યુ વિસ્તારના આંબાના બગીચામાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ સિંહણ 3થી 5 વર્ષની હોવાનું વનવિભાગનુ અનુમાન લગાવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં વનવિભાગ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. પરંતુ સિંહણના મોતનુ કારણ હજુ અંકબંધ છે.