અમરેલીના કોસ્ટલ વિસ્તારમાં પહોંચ્યું તીડોનું ઝૂંડ - અમરેલી ખેતીવાડી વિભાગ
અમરેલીમાં ફરીવાર તીડનું આક્રમણ શરૂ થયું છે. જિલ્લાના કોસ્ટલ વિસ્તારમાં તીડનું ઝૂંડ પહોચ્યુ છે. આ અંગે ખેડૂતોએ ખેતીવાડી વિભાગની ટીમને જાણ કરી હતી.
અમરેલી: કોસ્ટલ વિસ્તારમાં પહોંચ્યા તીડોના ઝુંડ
અમરેલી: જિલ્લાના કોસ્ટલ વિસ્તારમાં તીડનુ ઝૂંડ પહોચ્યુ હતું, ત્યારે જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ, કંથારીયા સહિત ગામો સુધી તીડ પોહચ્યા હતા. જેને કારણે અમરેલીના દરિયા કાંઠે તીડનુ આક્રમણ વધ્યું છે. તીડનું ઝૂંડ દેખાયાની સાથે ખેડૂતોએ ખેતીવાડી વિભાગની ટીમને જાણ કરી હતી. કોરોના વચ્ચે તીડના આક્રમણથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે.