ટિફિન મિટીંગ એટલે પ્રજાનો પ્રતિનિધિ જાહેરમાં કાર્યકરો લોકોના સંપર્કમાં સીધા આવી શકે તેવું અમરેલી જિલ્લામાંથી પ્રથમવાર ચાલુ થયું હતું. તે સિલસિલો અમરેલીના ભાજપના નેતાઓએ યથાવત જાળવી રાખ્યો હતો. ત્યારે બીજીવાર કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ પ્રથમવાર અમરેલીના આંગણે આવતા પુરુષોત્તમ રૂપાલા સાથે ઇફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણી અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને પછડાટ આપનાર નારણ કાછડીયાનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
બીજી વાર કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ પુરુષોત્તમ રૂપાલા વતનના આંગણે... - gujart news
અમરેલીઃ બીજી વાર કેન્દ્રપ્રધાન બન્યા બાદ પુરુષોતમ રૂપાલા અમરેલીને આંગણે રવિવારના રોજ આવ્યા હતા. ઇફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણી, વિપક્ષ નેતાને લોકસભામાં પછડાટ આપનાર નારણ કાછડિયાને સન્માનિત કરવાનો કાર્યક્રમ અમરેલી જિલ્લા ભાજપ દ્વારા યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રૂપાલાએ જીરો ટકા વ્યાજના બેંકો માંથી કપાતી રકમ ટૂંક સમયમાં પરત ખેડૂતોને મળે તેવી જાહેરાત કરી હતી. તો સાગર ખેડુ, પશુપાલકો સહિત ખેડૂતોને ખેડૂત ક્રેડિટ કાર્ડનો લાભ મળવાની વાત રૂપાલાએ કરી હતી.
સ્પોટ ફોટો
તો કેન્દ્રીય પ્રધાનએ હવે ભાજપ એકજૂથ થયું છે. તો એમનમ રહેવાની શીખ પણ જાહેત મંચ પરથી રૂપાલાએ આપી હતી. સાથે ખેડૂતો પશુપાલકો સાથે દરિયાઈ માછીમારો માટે ખેડૂત ક્રેડિટ કાર્ડ અંગે પણ જાહેર મંચ પરથી જાહેરાત કરી હતી. ત્યારે ટીફીન મીટીંગ સાથે વરસાદના હળવા ઝાપટાઓ આવ્યા હતા. પરંતુ કાર્યકરો કે નેતાઓ બેસી રહ્યા હતા. ત્યારે કાર્યક્રમ અંગે રૂપાલાએ જીરો ટકા વ્યાજ કપાત અંગે બેંકો માંથી ખેડૂતોને પરત આપવાની વાત કરી હતી.