ગુજરાત

gujarat

ETV Bharat / state

Amit Shah Gujarat Visit: અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે, અમદાવાદ-ગાંધીનગરના ગરબા મહોત્સવમાં આપશે હાજરી - amit shah

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. અમિત શાહ નવરાત્રીના અંતિમ નોરતે કેટલાંક ગરબા મહોત્સવમાં હાજરી આપશે. આ ઉપરાંત તેઓ કેટલાંક વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. મહત્વપૂર્ણ છે કે, છેલ્લાં 15 દિવસની અંદર ગૃહમંત્રી અમિત શાહ બીજી વખત ગુજરાત આવી રહ્યાં છે.

home minister amit shah visit in gujarat
home minister amit shah visit in gujarat

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2023, 3:18 PM IST

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીઓ પહેલાં તમામ નેતાઓ પોત-પોતાના વિસ્તારમાં આવીને પ્રચાર પ્રસાર કરવામાં લાગી ગયાં છે. ત્યારે છેલ્લાં ૧૫ દિવસમાં ફરી એક વાર કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અને અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. નવરાત્રીના છેલ્લા દિવસે ગાંધીનગરમાં અને અમદાવાદમાં આયોજીત કેટલાંક ગરબા મહોત્સવમાં તેઓ હાજરી આપશે.

15 દિવસમાં બીજી વખત ગુજરાત મુલાકાત: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. છેલ્લાં 15 દિવસમાં તેઓ બીજી વખત અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ગુજરાત ભાજપ અને અમિત શાહના કાર્યાલય તરફ થી જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્રિય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ આજે રાત્રે ૧૦ કલાકે બોડકદેવ-એસજી હાઈવે સ્થિત ગેલેક્સી ટાવરમાં આયોજીત રાસ-ગરબા માં હાજરી આપશે. જ્યારે રાત્રીના ૧૧ કલાકે શેલાના VIP એક્સ્ટેન્શન રોડ પર આયોજીત માંડવી રાસલીલા ગરબાા મહોત્સવમાં હાજરી આપશે.

અમિત શાહના કાર્યક્રમો: અમિત શાહના કાર્યાલય તરફથી જણાવવામાં આવેલી વિગત મુજબ આજે અમિત શાહ પોતાના મત વિસ્તાર એવા માણસાના અર્બન સ્પોર્ટ્સ પ્રોજેક્ટ અંતર્ગત રમત ગમત વિભાગ તેમજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સહયોગથી બનનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાત મુહૂર્ત કરશે. ત્યારબાદ બપોરે 1:30 કલાકે ઇફકોના નવનિર્મિત ડીએપી પ્લાન્ટનું ઉદઘાટન પણ કરશે. જ્યારે સાણંદ વિધાનસભાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સાણંદ જીઆઇડીસીમાં બપોરે 4:30 કલાકે આવશે.

  1. Swachhata hi Seva Campaign: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે સફાઈ અભિયાન હાથ ધર્યું
  2. Gandhinagar News: ઈન્ડિયન ફાર્મા સેકટરમાં ઈનોવેશન અને રિસર્ચ માટે સરકાર કુલ 35,000 કરોડનું રોકાણ કરશેઃ મનસુખ માંડવિયા

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details