અમરેલી: અમરેલીના ગવડકામાં સ્થાનિક તંત્ર દ્વારા હોમ ક્વોરોન્ટાઈન કરેલા લોકોને દૂધ, શાકભાજી અને ઘાસચારાની પણ હોમ ડિલિવરી કરાઈ રહી છે. લોકડાઉનના 50 દિવસો પછી અમરેલી જિલ્લામાં 67 વર્ષીય વૃદ્ધાનો એક કોરોના પોઝિટિવ કેસ નોંધાતા વૃદ્ધાના સંપર્કમાં આવેલા તમામ 27 જેટલા વ્યક્તિઓને હોમ કોરન્ટાઈન કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં હતી.
અમરેલીના ગામડાઓમાં હોમ ક્વોરોન્ટાઈન લોકોની વ્હારે આવ્યું તંત્ર... - અમરેલી કોરોના ન્યૂઝ
અમરેલીના ગવડકામાં સ્થાનિક તંત્ર દ્વારા હોમ ક્વોરોન્ટાઈન કરેલા લોકોને દૂધ, શાકભાજી અને ઘાસચારાની પણ હોમ ડિલિવરી કરાઈ રહી છે.
અમરેલી
આ 27 દર્દીઓ પૈકી 8 જેટલા દર્દીઓ ગાવડકા ગામના હોવાથી સ્થાનિક તંત્ર સક્રિય બન્યું હતું. ગાવડકાના સ્થાનિક તંત્ર દ્વારા હોમ ક્વોરોન્ટાઇન કરેલા વ્યક્તિઓને દૂધ, શાકભાજીની સાથે એમના પશુઓના ઘાસચારાની પણ હોમ ડિલિવરી કરવામાં આવે છે. જેથી હોમ ક્વોરોન્ટાઇનમાં રહેલી વ્યક્તિને ઘરની બહાર નીકળવાની કોઈ જરૂર જ ન રહે.
Last Updated : May 14, 2020, 11:55 PM IST