ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલી: ધારી વિધાનસભા બેઠકનો ઈતિહાસ - સુરેશ કોટડિયા

ધારી વિધાનસભા બેઠકનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. વર્ષ 1962થી ધારી બેઠકનો ચૂંટણીમાં સમાવેશ થયો હતો અને કુલ 13 વખત આ બેઠક પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે. આ બેઠક પર માત્ર એક વખત મહિલા ઉમેદવારે દાવ ખેલ્યો હતો, પરંતુ તેમને હાર મળી છે.

ધારી વિધાનસભા બેઠકનો ઈતિહાસ
ધારી વિધાનસભા બેઠકનો ઈતિહાસ

By

Published : Oct 29, 2020, 8:58 PM IST

અમરેલી: ધારી વિધાનસભા બેઠકનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. વર્ષ 1962થી ધારી બેઠકનો ચૂંટણીમાં સમાવેશ થયો હતો અને કુલ 13 વખત આ બેઠક પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે. આ બેઠક પર માત્ર એક વખત મહિલા ઉમેદવારે દાવ ખેલ્યો હતો, પરંતુ તેમને હાર મળી છે.

વર્ષ 2012માં 94-ધારી બેઠકની ઓળખ મળી

વર્ષ 1962થી ધારી બેઠકમાં 13 વખત ચૂંટણી યોજાઈ છે. શરૂઆતમાં ધારી બેઠક 38-ધારી-કોડીનાર તરીકે ઓળખાતી હતી, જ્યારે વર્ષ 1975માં 46-ધારી વિધાનસભા તરીકે ઓળખાતી હતી. ત્યારબાદ વર્ષ 2012થી ધારી બેઠકને 94-ધારી બેઠકની ઓળખ મળી છે.

સુરેશ કોટડિયા

2007માં ભાજપની જીત

વર્ષ 2007માં BJPના વિજેતા ઉમેદવાર બાલુભાઈ તંતી પક્ષ પલટો કરી કોંગ્રેસમાં જોડાયા હતા. જેથી કોંગ્રેસે 2007માં તેમને ટિકિટ આપી હતી. આ સમયે ભાજપમાંથી મનસુખ ભુવાએ બાલુભાઈ તંતીને ટક્કર આપી હતી. આ ચૂંટણીના પરિણામમાં પક્ષ પલટો કરીને આવનારા બાલુભાઈ તંતીને 27,478 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર મનસુખ ભુવાએ 45,340 મત સાથે ભગવો લહેરાવ્યો હતો.

2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીની જીત

વર્ષ 2012માં યોજાયોલી વિધાનસભાની ચૂંટણીમાં કેશુબાપાએ GPP(ગુજરાત પરિવર્તન પાર્ટી)ની સ્થાપના કરી હતી. જેથી GPPએ ધારી બેઠર પર નલિન કોટડીયાને ટિકિટ આપી હતી. આ સમયે GPPને ટક્કટ આપવા માટે કોંગ્રેસે કોકિલા કાકડિયાને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમા પરિણામમાં નલિન કોટડિયાને 41,516 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કોકિલા કાકડિયાને 39,941 મત મળ્યા હતા અને GPPના ઉમેદવાર નલિનભાઈ કોટડીયા વિજેતા બન્યા હતા. 2012માં આ બેઠક પરથી પ્રથમ વખત મહિલા ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા, પરંતુ જનતાએ તેમને વિધાનસભા મોકલ્યાં નહીં.

જે.વી.કાકડિયા

2017માં કોંગ્રેસે મારી બાજી

વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જે.વી.કાકડિયાને ટિકિટ આપી હતી, જ્યારે ભાજપે દિલીપ સંઘાણી પર દાવો ખેલ્યો હતો. જેમાં કોંગ્રેસ ઉમેદવાર જે.વી.કાકડિયાને 66,644 મત મળ્યા હતા, જ્યારે BJPના ઉમેદવાર દિલીપ સંઘાણીને 51,308 મત મળ્યા હતા.

રાજ્યસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ ઉમેદવારનું રાજીનામું

2017માં વિધાનસભા સુઘી પહોંચેલા જે.વી.કાકડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જેથી ખાલી પડેલી આ બેઠકમાં પેટા ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપે પક્ષ પલટો કરીને આવનારા જે.વી.કાકડિયાને મેદાને ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે સુરેશ કોટડિયાને ટિકિટ આપી છે.

ABOUT THE AUTHOR

...view details