- દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
- વલસાડ, અમરેલીમાં 5 ઈંચ સુધી વરસાદ
- 112 તાલુકાઓમાં ભારેથી લઈ સામાન્ય વરસાદ
અમરેલી: રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે. તેમાં પણ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 26 જિલ્લાઓના 112 તાલુકાઓમાં ભારેથી લઈને સામાન્ય સુધીનો વરસાદ જોવા મળ્યો છે. જેમાં વલસાડ, વાપી, લીલીયા, ભાવનગર, અમરેલી, ધારીમાં 5 ઇંચ સુધી વરસાદ થયો હતો.
આ પણ વાંચો- Rain in Gujarat: ચોમાસુ સક્રિય થવાની આગાહી, આ તારીખોમાં ભારે વરસાદ પડી શકે
નર્મદાના સાગબારામાં અડધો ઈંચ વરસાદ થયો છે
આજે રક્ષાબંધનના દિવસે પણ સવારે 6થી 8ના સમયમાં 16 તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમાં નર્મદાના સાગબારામાં અડધો ઈંચ વરસાદ થયો છે, જ્યારે પોરબંદર, ધાનેરા, ડીસા, સુરતમાં પણ સવારથી વરસાદી માહોલ છે.