અમરેલી: જિલ્લામાં મેઘરાજાનું આગમન થતા લોકોને ગરમીથી થોડી રાહત મળી છે, પરંતુ ધોધમાર વરસાદ પડતાં ખેડૂતની ચિંતામાં વધારો થયો છે.
અમરેલીના ધારીમાં ધોધમાર વરસાદ થતાં, નદીઓમાં આવ્યું ઘોડાપૂર - અમરેલીમાં વરસાદથી ખેડૂત પર અસર
અમરેલીના ધારી પંથકમાં આવેલા ગામમાં ધોધમાર વરસાદ પડતાં નદીઓ પાણીથી છલોછલ ભરાઈ ગઈ હતી. ધારીના ગીર પંથકના ઠિકરિય અને સરસિયામાં પણ ધોધમાર વરસાદ પડતા રામબાગ નદીમાં પુર આવ્યું હતું.
અમરેલીના ધારીમાં ધોધમાર વરસાદ થતાં, નદીઓમાં આવ્યું ઘોડાપૂર
ધારીના ગીર પંથકમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. ધારીના ઠિકરિયમાં ધોધમાર વરસાદ પડવાથી નતાળીયા (રામબાગ) નદીમાં પુર આવ્યું હતું. તો બીજી તરફ ધોધમાર વરસાદના પગલે સરસિયાની પદમાવતી નદીમાં પણ પુર આવ્યુ હતું. વરસાદને કારણે નીચાણવાળા મકાનોમાં પાણી ફરી વળ્યાં હતા. જેને કારણે ગામવાસીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી. ભારે વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. ખેતરમાં પાણી ભરાઈ જતા પાક પણ નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઇ રહી છે.