અમરેલીઃ અમરેલી જિલ્લામાં આજે ફરી કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના લીધે ખાંભાના અનીડામાં મકાન તૂટી પડતાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે એકની હાલત ગંભીર છે.
અમરેલીમાં કમોસમી વરસાદ , મકાન તૂટી પડતાં બેના મોત - અમરેલીમાં વરસાદ
અમરેલી જિલ્લામાં આજે ફરી કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના લીધે ખાંભાના અનીડામાં મકાન તૂટી પડતાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે એકની હાલત ગંભીર છે.
અમરેલી જિલ્લામાં આજે વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે કેરીના પાકને ભયંકર નુકસાન થયું છે, તો બીજી તરફ વરસાદના કારણે ખાંભામાં ભારે તબાહી સર્જી છે. ખાંભાના અનીડા ગામે કાચું મકાન બાંધીને રેહતાં પરપ્રાંતીય મજૂરોનો માળો વિખાઈ ગયો છે. ભારે વરસાદને કારણે મકાન પર વૃક્ષ પડતા નીચે દબાઈ જવાથી બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે એકની હાલત ગંભીર છે.
ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અનીડા ગામે પહોંચ્યા હતા અને મૃત્યુ પામેલા પરપ્રાંતીઓના પરિવારને મળી સાંત્વના પાઠવી હતી. અમરેલી જિલ્લામાં આજે બાબરા, સાવરકુંડલા અને ખાંભા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો.