અમરેલીજિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી વરસાદી માહોલના કારણે ચારે તરફ ઠંડક પ્રસરી (heavy rain in amreli) ગઈ છે. ત્યારે અહીં બપોર પછી ગાજવીજ સાથે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. જ્યારે માત્ર અડધો કલાકમાં તો રોડરસ્તા નદીની માફક પાણી પાણી થઈ ગયા હતા. ચિતલ રોડ, નાના બસ સ્ટેન્ડ, હીરા મોતી ચોક સમગ્ર જગ્યાએ રોડ ઉપર પાણી (Amreli District Traffic disrupted) ભર્યા હતા.
વાહનવ્યવહાર ખોરવાયો સાથે જ વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો (Amreli District Traffic disrupted) પડ્યો હતો. ટૂ વ્હીલર અને ફોર વ્હીલર રસ્તા પર બંધ પડી જતાં લોકોને ધક્કા ગાડી કરવી પડી હતી. એક તરફ લાઈટ પણ નહીંને બીજી બાજુ વરસાદ શરૂ આવી આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી (Farmers happiness) જોવા મળી હતી. કારણ કે વરસાદના કારણે ખેતરમાં ઊભેલા પાકને નવું જીવનદાન મળશે.
લીલીયા પંથકમાં વરસાદી પાણીથી ગામમાં પાણી ફરી વળ્યાંજિલ્લાના ખાંભા, બગસરા, લિલિયા, લાઠી સમગ્ર પંથકમાં ભારેથી અતિભારે વરસાદ (heavy rain in amreli) વરસ્યો હતો. ત્યારે રાજ્યભરમાં હવામાન વિભાગ (India Meteorological Department) દ્વારા વરસાદની આગાહી આપવામાં આવતા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો.
વિજળી પડવાથી મહિલાનું મોતજિલ્લામા કડીયાળી ગામમાં વીજળી પડતા એક મહિલાનું મોત (Lightning kills woman) થયું હતું. 2 મહિલાઓ ખેતરેથી ઘરે જતા હતા. ત્યારે રસ્તામાં માથે વિજળી પડતા સંગીતાબેન વશરામભાઈ બારૈયાનું મોત થયું હતું. જ્યારે બીજી મહિલા આરતીબેન સાવજભાઈ બારૈયાની રાજુલા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
કલેક્ટરે આપી સૂચના તો અમરેલીના કલેકટર ગૌરાંગ મકવાણાએ નાગરિકોને સલામત સ્થળે અને ઘરમાં રહેવા માટે સૂચના કરી હતી. સાથે જ કલેકટર બિનજરૂરી અવરજવર ન કરવા માટે નાગરિક સુચના આપવામાં (heavy rain in amreli) આવી હતી.
ડેમના દરવાજા ખોલાયા તો જિલ્લાના ઠેબી ડેમના 8 દરવાજા ખોલવામાં (heavy rain in amreli) આવ્યા હતા. આથી નીચલા વિસ્તારોમાં અને નજીકના ગામોના પૂલ પર અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી હતી. જ્યારે વિજળીના કડાકા અને ભડાકાની સાથે જ અનરાધાર વરસાદ વરસવાની સાથે જ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. જોકે, કોઈ જાનહાની જોવા મળી નહતી. તો 4 કલાક બાદ મોડી રાત્રે લાઈટ આપવામાં આવી હતી અને પાણી પણ ઓસરી ગયા હતા.
હજી પણ વરસાદની સંભાવના હવામાન ખાતાની આગાહી (India Meteorological Department) મુજબ હજી પણ વરસાદ પડે તેવી સંભાવના છે. આથી જાફરાબાદમાં માછીમારોને દરિયામાં ન જવા માટે એલર્ટ કરવામાં આવ્યા હતા.
6થી 8 વાગ્યા દરમિયાન પડેલા વરસાદના આંકડાઅમરેલીમાં 110 મિમી, લાઠીમાં 40 મિમી, ખાંભામાં 18 મિમી, બગસરામાં 18 મિમી, બાબરામાં 65 મિમી, રાજુલામાં 35 મિમી, લિલિયામાં 36 મિમી, વડીયામાં 25 મિમી, સાવરકુંડલામાં 7 મિમી વરસાદ (heavy rain in amreli) ખાબક્યો હતો.
ચોમાસાની સિઝનમાં પડેલો વરસાદ (ત્યાં સુધી પડેલો વરસાદ)અમરેલીમાં 691 મિમી, લાઠીમાં 575 મિમી, ખાંભામાં 699 મિમી, બગસરામાં 643 મિમી, બાબરામાં 793 મિમી, રાજુલામાં 557 મિમી, લિલિયામાં 519 મિમી, વડીયામાં 860 મિમી, સાવરકુંડલામાં 685 મિમી, જાફરાબાદમાં 316 મિમી, ધારીમાં 447 મિમી વરસાદ (heavy rain in amreli) વરસ્યો હતો.