ગુજરાત

gujarat

ETV Bharat / state

મોતિયાનો મામલો: આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા, ટીમ જશે સિવિલમાં - shantaba civil hospital Negligence

અમરેલીમાં આવેલી શાંતાબા સિવિલ હોસ્પિટલમાં મોતિયાનું ઑપરેશન કરાવ્યા બાદ ઘણા લોકોને આડ અસર થઈ છે. આ મામલાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. શપથ લઈને આરોગ્ય પ્રધાનનો ચાર્જ સંભાળતા જ પ્રથમ દિવસે ઋષિકેશ પટેલે (Health minister rishikesh patel give investigation order) આ કેસ અંગે તપાસના આદેશ આપી દીધા છે. ખાસ કરીને સમગ્ર તબીબોની ટીમના (cataract operation side effect cases amreli) રીપોર્ટ તપાસ્યા બાદ આ ઘટના અંગે તપાસ કરી રીપોર્ટ તૈયાર કરવા માટેના આદેશ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આપ્યા છે.

મોતિયાનો મામલો: આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા, ટીમ જશે સિવિલમાં
મોતિયાનો મામલો: આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા, ટીમ જશે સિવિલમાં

By

Published : Dec 14, 2022, 2:24 PM IST

ગાંધીનગર: અમરેલીમાં આવેલી શાંતાબા સિવિલ હોસ્પિટલમાંથી મોતિયાના ઑપરેશન બાદ વૃદ્ધોને ઝાખું દેખાતા આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે. મંગળવારે જ્યારે આ સમગ્ર કેસ સામે આવ્યો ત્યારે આરોગ્ય પ્રધાને (Health minister rishikesh patel give investigation order) એવી ચોખવટ કરી હતી કે, આ મામલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એવી ચોખવટ કરી છે કે, 12 લોકોને બેક્ટેરિયાને કારણે (cataract operation side effect cases amreli) અસર થઈ છે. કેટલાક લોકોની તબિયત સુધારા પર છે. દર્દીઓને અમદાવાદ એડમીટ કરાયા છે.

આ પણ વાંચો: નવસારી નેશનલ હાઈવે પર ટ્રકે મારી પલટી, લોકોએ સફરજન લેવા કરી પડાપડી

12 દર્દીઓને આંખમાં સોજો:અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં મોતિયાનું ઑપરેશન કરાવ્યા બાદ 12 જેટલા દર્દીઓને આંખમાં સોજો આવ્યો છે. આંખમાં બળતરા થઈ રહી છે. એટલું નહીં દેખાવાનું પણ ઝાંખું થઈ ગયું છે. આ સમગ્ર ઘટના ગાંધીનગર સુધી પહોંચતા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે યુદ્ધના ધોરણે તપાસના આદેશ આપ્યા છે. જેમાં તબીબોને તપાસ કરીને એક રીપોર્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ચાર દિવસમાં 17 જેટલા ઑપરેશન થયા છે. અત્યારે બે દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા છે. બાકીના દર્દીઓની સારવાર ચાલું છે.

સિવિલમાં દોડધામ: અમરેલી સુપ્રીટેન્ડટ ડો.આર.એમ.જીતિયાએ આપી બચાવ પૂર્ણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યા અનુસાર આંકડા છુપાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. ઇન્ફેક્શન લાગવા માટેનું કારણ દર્દીઓએ કાળજી ન રાખી હોવાને કારણે ઘટના બની હોય શકે. એવું એમનું કહેવું છે. 11 દર્દીઓના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા આંખના ઓપરેશન કર્યા હતા. આરોગ્ય મંત્રી એ મોડી રાતે તપાસના આદેશ આપ્યા બાદ સિવિલમાં દોડધામ મચી ગઈ છે.

આ પણ વાંચો: અમરેલીમાં મોતિયાના ઑપરેશન બાદ આડઅસર,આંકડો છુપાવવા ધમપછાડા

સૂચના અપાઈ: તમામ દર્દીને પરત શાંતા બા હોસ્પિટલમાં બોલાવવા સૂચના આપી દેવામાં આવી છે. પણ હજુ સુધી દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં નથી પહોંચ્યા. આજે આરોગ્ય વિભાગની ઉચ્ચ અધિકારીઓની ટીમ તપાસ માટે અમરેલી પોહચી શકે છે. શાંતાબા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટનું કહેવું છે કે, આ હોસ્પિટલમાં 25થી 30 લોકોના મોતિયાના ઑપરેશન કરાયા નથી. માત્ર 15-17 લોકોના ઑપરેશન થયા છે. એમાંથી 10 જેટલા દર્દીઓને આંખમાં આડઅસર થઈ છે. પણ હકીકત એવી છે કે, હવે મામલો ગાંધીનગર પહોંચતા આંકડો છુપાવવા ધમપછાડા થઈ રહ્યા છે.

આરોગ્ય અધિકારીનું નિવેદનઃઅમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સિંઘે જણાવ્યું હતું કે, અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલમાં ગત નવેમ્બર મહિના દરમિયાન 18 લોકોના મોતિયાના ઑપરેશન કરાયા હતા. જેમાંથી છથી સાત વ્યક્તિઓને આડ અસરથી આંખમાં બળતરા થયાના કેસ સામે આવ્યા છે. અન્ય દર્દીઓની યાદી સિવિલ હોસ્પિટલ તરફથી તૈયાર કરવામાં આવી રહી છે. જોકે, હવે આ છબરડો સામે આવ્યા બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ તરફથી દર્દીઓના નામ અને આંકડા છુપાવવાની રમત ચાલું થઈ ગઈ છે. હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ પાસે પણ દર્દીઓનો સચોટ આંકડો કે નામ ન હતા. હવે સ્વજનો એવી માંગ કરી રહ્યા છે કે, જવાબદાર તબીબ સામે કાયદેસરના પગલાં લેવામાં આવે.

આ પણ વાંચો: રાજકોટમાં સ્કૂલ બસે એક્ટિવાને અડફેટે લેતા યુવાનનું મોત; ઘટના CCTVમાં થઈ કેદ

શું કહે છે સુપ્રિટેન્ડેન્ટઃડૉ. આર. એમ. જીતીયા જણાવે છે કે, સિવિલ હોસ્પિટલમાં 25થી 30 લોકોના મોતિયાના ઑપરેશન કરાયા નથી. માત્ર 15-17 લોકોના ઑપરેશન થયા છે. એમાંથી 10 જેટલા દર્દીઓને આંખમાં આડઅસર થઈ છે. સાત દર્દીઓને અમદાવાદ, બે દર્દીઓને રાજકોટ અને એકને ભાવનગર સારવાર હેતું ખસેડાયા છે. મોટાભાગના દર્દીઓની તબિયત સુધારા પર છે. આ તમામ ઑપરેશન ડૉ. પંડ્યાએ કરેલા છે. દર્દીઓને પણ આંખમાં પાણી ન જાય અને આંખ ચોળાઈ નહીં એવી કોઈ કાળજી લીધી નથી. જેના કારણે આ ચેપ લાગ્યો છે.

અમદાવાદ જેવી ઘટનાઃએલજી હોસ્પિટલ અને વી.એસ. હોસ્પિટલમાં થયેલા અંધાપાકાંડ થયો હતો. જેના લાંબા સમય સુધી પડઘા પડ્યા હતા. એ પહેલા રાજકોટના જંક્શનવિસ્તારમાં આવેલી સાધુ વાસવાણી હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 12 દર્દીઓને એક આંખમાં અંધાપો આવી ગયો હતો. રાજ્યભરમાં ચકચાર મચાવનાર અંધાપાકાંડની તપાસ કરનાર અમદાવાદની તબીબી ટીમે આરોગ્યવિભાગને રિપોર્ટ કર્યો હતો. વર્ષ 2016માં અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં પણ આવો કાંડ થયો હતો. જેમાં લોકોને નેત્ર ગુમાવવાનો વારો આવ્યો હતો

ABOUT THE AUTHOR

...view details