ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતી રંગભૂમિ: નાટય લેખક અને વરિષ્ઠ પત્રકાર નિલેશ રૂપાપરાની વિદાય, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ - લેખક નિલેશ રૂપાપરા

ગુજરાતના વરિષ્ઠ પત્રકાર, લેખક, નાટ્ય લેખક નિલેશ રૂપાપરાનું મુંબઈમાં નિધન થયું છે. તેઓ છેલ્લાં ઘણા સમયથી મુંબઈમાં જ રહેતા હતાં. તેમના નિધનથી ગુજરાતી પત્રકારત્વજગતમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે, તેમના નિધનથી ગુજરાતી નાટ્યજગત અને સાહિત્ય જગતને એવી ખોટ પડી છે જે ક્યારેય પુરી શકાશે નહીં.

નિલેશ રૂપાપરાની વિદાઈ (સૌજન્ય તસ્વીર, ફેસબુક @Nilesh Rupapara)
નિલેશ રૂપાપરાની વિદાઈ (સૌજન્ય તસ્વીર, ફેસબુક @Nilesh Rupapara)

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2023, 10:35 AM IST

Updated : Dec 12, 2023, 2:08 PM IST

મુંબઈ: ગુજરાતના વરિષ્ઠ પત્રકાર, લેખક, નાટ્ય લેખક નિલેશ રૂપાપરાનું મુંબઈમાં નિધન થયું છે. તેઓ છેલ્લાં ઘણા સમયથી મુંબઈમાં જ રહેતા હતાં. તેમના નિધનથી ગુજરાતી નાટ્યજગત,પત્રકારત્વજગતમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે, તેમના નિધનથી ગુજરાતી નાટ્યજગત અને સાહિત્ય જગતને એવી ખોટ પડી છે જે ક્યારેય પુરી શકાશે નહીં.

ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ લેખક, વરિષ્ઠ પત્રકાર નિલેશ રૂપાપરાનું 10 ડિસેમ્બરે નિધન થયું છે. મૂળ રાજકોટના પણ ઘણા વર્ષોથી નિલેશ રૂપાપરા મુંબઈમાં રહેતા હતા અને ત્યાં જ સ્થાયી થયેલા હતાં. તેઓ ગુજરાતી રંગભૂમિના નાટકો, ફિલ્મો, સીરીયલોના લેખક તરીકે ખુબ જાણીતા હતાં. જાણવા મળતી વિગત પ્રમાણે બ્લડ પ્રેશર ઓચિંતું વધી ગયાં બાદ તેમને ભારે બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો અને ત્યાર બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. મહત્વપૂર્ણ નિલેશભાઈ રતિલાલ રૂપાપરાએ 15 જેટલાં ગુજરાતી નાટકો લખ્યા છે. જેમાં જલસા કરો જયંતીલાલ ‘બાલવીર’ સિરીયલ, ગુજરાતી નવલકથા મહેંકનામા, તેમજ ‘છલનાયક’ જેવું દમદાર પુસ્તક પણ લખેલું છે. નિલેશ રૂપાપરા અભિયાન જેવા મેગેઝિનમાં સંપાદક તરીકે પણ ભૂમિકા ભજવી ચુક્યાં છે.

બોલીવુડ ફિલ્મોના લેખક અને દિગદર્શક સંજય છેલ લખે છે કે, હવે યાદ ન આવજે, પ્લીઝ. વરસો પહેલા કવિતા લઈને કોલેજમાં મળવા આવેલો.. પછી કેટલું રખડ્યા, ભટક્યા, વાતે વાતે બાઝ્યાને ફરી ફરી ભેટ્યાં. કરોડો કિટ્ટા-બુચ્ચા એક મેકની વાર્તા-કવિાતઓ પર ઓવારણા રિસામણા પછી ફરી ચિયર્સ. આજે બધુ ICUની ઠંડી ખામોસીમાં ખતમ ?

વિપુલ વિઠલાણી નામના એક કલાકારે તેમને શ્રદ્ધાંજલિ આપતા એક યાદગાર પોસ્ટ ફેસબુક પર શેર કરી છે, જેમાં તેમણે "એક કલમની વિદાય" એવું શિર્ષક આપીને નિલેશ રૂપાપરાને ભાવભીનિ શ્રદ્ઘાંજલિ પાઠવી છે. વિપુલ લખે છે કે,

ભાઈ નીલેશ...આ શું કર્યું તેં? હાથ પકડીને સાથે ચાલતા હતા એમાં આમ અચાનક સાથ છોડીને જતાં રહેવાય? આવું કરાય દોસ્ત? સમયનો પાબંધ તું, આપણે જ્યારે પણ મીટિંગ કરતાં ત્યારે હંમેશા સમય કરતાં ૫-૧૫ મિનીટ વહેલો પહોંચી જતો. અને હું તને ઑલવેઝ કહેતો કે, ક્યારેક તો મોડો પડીને મને પહેલા પહોંચવા દે યાર. જોકે ત્યારે તો તું હસી પડતો પણ આ જો... તારું મોત પણ તારા જેવું જ નીકળ્યું. તારી જેમ એ પણ સમય પહેલા જ આવી ગયું. આવું કરાય દોસ્ત? જગતના કોઈપણ વિષય, નાટક-સિનેમા, ખેલકુદ, રાજકારણ, પત્રકારત્વ, સાહિત્ય કે પુરાણો પર તારી સાથે ચર્ચા-વિચારણા કરવી ગમતી. કારણ કે તું હંમેશા ચાર ચાસણી ચડિયાતો જ હોય. પછી પણ તને ક્યાં ઓછું પડ્યું? આવું કરાય દોસ્ત? તું બહુ જ સારો હતો એની જાણ સૌને હતી. પણ હું ક્યારેય જાહેરમાં કે મોટેથી બોલતો નહિ. કારણ કે મને ખબર છે કે ઉપરવાળો સારા માણસોને પોતાની પાસે જલદી બોલાવી લે છે. ક્યાંક હું બોલું અને એ સાંભળી જાય તો? એટલે ચૂપ જ રહેતો. પણ હું કેટલાના મોઢા બંધ રાખવા જાઉં? કદાચ બીજું કોઈક બોલ્યું હોય એ સાંભળી ગયો હશે. પણ એમણે બોલાવ્યો અને તું જતો રહ્યો? સહેજ તો આનાકાની કરાય'ને. આવું કરાય દોસ્ત? તેં કહેલું કે આપણાં નાટક "લાલનો રાજા ચોકટની રાણી"માં હજુ એકાદ સરસ ડાયલૉગ તારે આપવો છે, તો તારી અનુકૂળતાએ મોકલાવી દેજે ભાઈ. રાહ જોઉં છું. ગુજરાતી ભાષાનો એક ચાહક તેમ જ એક રાષ્ટ્રવાદી ઓછો થયો એનો રંજ તો છે જ પણ એક ક્રિએટિવ અને અચ્છો દોસ્ત ગુમાવ્યાનું દુઃખ હંમેશા રહેશે.

નિલેશ રૂપાપરાને ઈટીવી ભારત ગુજરાત પરિવાર તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ

  1. જૂનિયર મેહમૂદ કેન્સર સામે જીવનની લડાઈ હારી ગયા, મોડી રાત્રે મુંબઈમાં લિધા અંતિમ શ્વાસ
  2. CID ફેમ ફ્રેડરિક્સ ઉર્ફે દિનેશ ફડનીસને હાર્ટ એટેક આવ્યો, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
Last Updated : Dec 12, 2023, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details