અમરેલીગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Election 2022) ચાલી રહી છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. આ તમામની વચ્ચે વાત કરીએ અમરેલી જિલ્લાની. રાજ્યના પહેલા મુખ્યપ્રધાન ડો. જીવરાજ મહેતા (Gujarat First CM Jivraj Narayan Mehta) પણ અમરેલીના જ (Jivraj Narayan Mehta Home Town Amreli) વતની હતા. ગુજરાત મુંબઈથી છૂટું પડ્યું ત્યારબાદ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ડો. જીવરાજ મહેતાએ જ રાજ્યની કમાન સંભાળી હતી. ગુજરાત રાજ્ય અત્યારે હરણફાળ ભરી રહ્યું છે. તેવામાં રાજ્યના પહેલા મુખ્યપ્રધાન ડો. જીવરાજ મહેતાનું નિવાસસ્થાન તેમ જ અમરેલી આજે ક્યાં છે. તે અંગે વિગતમાં જોઈએ આ અહેવાલમાં.
અતિસાધારણ પરિવારમાં થયો જન્મ આજે પણ અમરેલીનું નામ લઈએ એટલે ડો. જીવરાજ મહેતાનું (Gujarat First CM Jivraj Narayan Mehta) અમરેલી એવું કહેવાય. પંડિત જવાહરલાલ નહેરુથી લઈને તે સમયના તમામ નેતાઓ સાથે મળીને દેશના રાજકારણમાં મહત્ત્વની ભુમિકા ભજવનારા ડો. જીવરાજ મહેતાનો (Gujarat First CM Jivraj Narayan Mehta) જન્મ 29 ઓગસ્ટ 1887માં અમરેલીના (Jivraj Narayan Mehta Home Town Amreli) અતિસાધારણ કહી શકાય એવા નારાયણભાઈ અને જમનાબેન મહેતાના ઘરે થયો હતો. સખત પરિશ્રમ, સાદગી અને ધ્યેય, નિષ્ઠાથી તેમણે ભારતમાં અને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. 1914 મા તેમણે લંડનમાં એમ.ડી.ની ડિગ્રી ભારે ગૌરવપૂર્ણ રીતે પ્રાપ્ત કરી હતી અને એ સમયે 14 તોલા સોનાનો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
અનેક ચઢીયાતા વિકાસકાર્યો કર્યા આ ઉપરાંત તેમણે રાજકીય ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ જવાબદારીઓ નિભાવી હતી, જેમા મુંબઈ રાજ્યના બાંધકામ અને નાણાપ્રધાન રહી ચૂકેલા, ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન બનવાનું ગૌરવ પણ તેમને પ્રાપ્ત છે. તેઓ બ્રિટનના હાઈ કમિશનર જેવા હોદ્દાઓ પણ શોભાવી ચૂક્યા છે. આટલા પ્રતિભાશાળી વ્યક્તિ ડો. જીવરાજ મહેતાએ (Gujarat First CM Jivraj Narayan Mehta) પોતાની જન્મભુમિ માટે એક એકથી ચઢીયાતા વિકાસકામો કર્યા છે.