અમરેલી જિલ્લા કોંગ્રેસે આગામી ચૂંટણીને લઈને છેલ્લા 27 વર્ષની રાજ્ય સરકારની (Congress slogan in Amreli) નિષ્ફળતાઓને ઉજાગર કરવા માટે અનોખું પોસ્ટર પ્રચાર યુદ્ધ શરૂ કર્યું છે. જેમાં બેરોજગારીથી લઈ મોંઘવારી પેટ્રોલના ભાવથી લઈને કૃષિ જણશો ના ટેકાના ભાવ પર ભારે કટાક્ષ કરીને ભરોસાની ભેંસે તો પાડો જણ્યો તેવું કેપ્શન આપીને છેલ્લા 27 વર્ષની ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. હાલ કોંગ્રેસ દ્વારા છપાવવામાં આવેલા આ પોસ્ટર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. (Amreli Congress poster propaganda)
'ભરોસાની ભેંસે તો પાડો જણ્યો' ભાજપના સૂત્ર સામે કોંગ્રેસે આપ્યું નવું સૂત્ર - Gujarat Assembly Elections Congress
વિધાનસભાની ચૂંટણી ટાણે ત્રિપાંખિયો જંગ જામે તેવી પુરેપુરી (Congress slogan in Amreli) શક્યતા દેખાઈ રહી છે. ત્યારે મિશન 2022ના પ્રચાર માટે કોંગ્રેસ વધુ આક્રમક બની ગઈ છે. ભાજપના ચૂંટણી સૂત્રને જવાબ આપવા કોંગ્રેસે પણ પોતાનું સૂત્ર તૈયાર કરી દીધું છે. ભરોસાની ભાજપ સરકાર સામે કોંગ્રેસે ભરોસાની ભેંસે તો પાડો જણ્યો સૂત્ર તૈયાર કર્યું છે. (Gujarat Assembly Elections Congress)
!['ભરોસાની ભેંસે તો પાડો જણ્યો' ભાજપના સૂત્ર સામે કોંગ્રેસે આપ્યું નવું સૂત્ર 'ભરોસાની ભેંસે તો પાડો જણ્યો' ભાજપના સૂત્ર સામે કોંગ્રેસે આપ્યું નવું સૂત્ર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16667294-thumbnail-3x2-amreli.jpg)
ભરોસાની ભેંસે તો પાડો જણ્યો રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને (Congress posters in Amreli) હવે કોંગ્રેસ પ્રચાર યુદ્ધમાં ઉતરી ચૂકી હોય તેવું સ્પષ્ટ દેખાય આવે છે. ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા છેલ્લા 27 વર્ષની ભાજપની રાજ્ય સરકાર દ્વારા ખેડૂત, મહિલાઓ, બેરોજગારી, કરાર આધારિત કર્મચારી, કઠોળના ભાવથી લઈને ગેસના વધી રહેલા ભાવો પર આકરા શબ્દોમાં કટાક્ષ કર્યો છે. કોંગ્રેસ ભાજપ પર તીખી તલવાર ફેરવીને ભરોસાની ભેંસે તો પાડો જણ્યો આવું કેપ્શન આપ્યું છે. છેલ્લા 27 વર્ષથી શાસન સંભાળી રહેલી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. (Gujarat Assembly Elections Congress)
વિધિવત રીતે ચૂંટણી પ્રચારમાં વિધાનસભાની ચૂંટણી કોઈપણ સમયે જાહેર થઈ શકે છે ત્યારે આ પરિસ્થિતિમાં કોંગ્રેસ હવે પ્રચારના મેદાનમાં આવી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના આ પોસ્ટર હાલ સોશિયલ મીડિયામાં ખુબ ફરી રહ્યાં છે. લોકોની (Congress slogan 2022)અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોંગ્રેસે સીધા પ્રહાર કરતા પોસ્ટરમાં મોંઘવારી, ભારતીય રૂપિયો ડોલર સામે, પેટ્રોલ અને ડીઝલના ભાવ, પાર રાંધણ ગેસનો બાટલો સહિત રાજ્યની અનેક મુશ્કેલીઓને પોસ્ટરના રૂપમાં દર્શાવીને તેને ભરોસાની ભેસો તો પાડો જણ્યો આવું કેપ્શન આપીને વિધિવત રીતે ચૂંટણી પ્રચાર પોસ્ટર યુદ્ધમાં ઝંપલાવી દીધું છે.