અમરેલી: કોરોનાની મહામારી વચ્ચે ખાંભાના ડેડાણ ગામે આરોગ્ય વિભાગની ઘોર બેદકારી સામે આવી હતી. ગામના પટેલપરા વિસ્તારમાં જાહેર રસ્તા પર સરકારી દવાઓનો જથ્થો રઝળતો જોવા મળ્યો હતો.
ખાંભામાં તંત્રની બેદરકારી, સરકારી દવાનો જથ્થો જાહેર રસ્તા પર રઝળતો જોવા મળ્યો - સરકારી દવાનો જથ્થો
એકબાજુ સમગ્ર દેશ કોરોના સામે લડી રહ્યો છે ત્યારે ખાંભાના ડેડાણના પટેલપરા વિસ્તારમાં સરકારી દવાઓનો જથ્થો જાહેર રસ્તાપર રઝળતો જોવા મળ્યો હતો.
સરકારી દવાનો જથ્થો જાહેર રસ્તા પર રઝળતો જોવા મળ્યો
સરકારી દવાનો મોટો જથ્થો પ્લાસ્ટિકની બેગમાં ભરેલો હતો. જેમાં મેડિસિન, વેપન, ઓઆરએસ, સીરપના પેકેટ હતા. આ વસ્તુઓનો યોગ્ય નિકાલ કરવાને બદલે રસ્તા પર ફેકી દેવામાં આવ્યો હતો. એક સ્થાનિક વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ કર્યો હતો.