અમરેલીઃ અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી ગરબે જુમતા જોવા મળ્યા હતા નવરાત્રી દરમિયાન થયેલા ગરબાના આયોજનમાં પરેશ ધાનાણી ગરબા જુમવાની સાથે સંગીતકારની જેમ સંગીતના સાધનો પર પણ હાથ અજમાવ્યો હતો. અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી ગરબી જુમ્યા છે શહેરમાં ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત જાહેર ગરબાના કાર્યક્રમમાં પૂર્વ નેતા વિપક્ષ અને વર્તમાન ધારાસભ્ય પરેશ ધાનાણી માતાજીના ગરબા લીધા હતા.
અમરેલીના ધારાસભ્ય જુમ્યા ગરબે સંગીત સાધનો ઉપર પણ અજમાવ્યો હાથ - Paresh Dhanani play Drums
અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી (Paresh Dhanani Garba) ગરબે જુમતા જોવા મળ્યા હતા. નવરાત્રી દરમિયાન થયેલા ગરબાના આયોજનમાં પરેશ ધાનાણી ગરબા ઝુંમવાની સાથે સંગીતકારની જેમ સંગીતના (Paresh Dhanani play Drums) સાધનો પર પણ હાથ અજમાવ્યો હતો. જોકે, એક રાજનેતા તરીકે નવરાત્રીમાં એમને અલગ મુડ અને રંગ જોવા મળ્યા છે. આ પરથી એક વાત એ કહી શકાય કે, પરેશ ધાનાણીને સંગીતનું પણ સારૂ એવું જ્ઞાન છે.
અમરેલીના લોકો સાથેઃ એમની સાથે ખોડલધામ સમિતિના કાર્યકરો અને અમરેલીના લોકો પણ જોડાયા હતા બે વર્ષ બાદ આ પ્રકારનું ગરબાનું જાહેર આયોજન થયું છે જેમાં પુર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા. ચૂંટણીનો સમય છે ત્યારે ભાજપ કોંગ્રેસ સહિત તમામ પક્ષના નેતાઓ ધારાસભ્યો સહિત અગ્રણી કાર્યકર્તાઓ નવરાત્રીના સમયમાં આ પ્રકારે ગરબે ઝૂમતા જોવા મળી રહ્યા છે. જેમાં અમરેલીના ધારાસભ્ય પણ ગરબે ઘૂમીને નવરાત્રીની ઉજવણી કરી હતી. ગરબે ઘૂમતા ધારાસભ્ય પરેશ ધાનાણીએ ખોડલધામ ગરબી મંડળમાં સંગીતના તાલે ખેલૈયાઓને ગરબે ગુમાવવાની તક પણ ઝડપી લીધી હતી.
તાલ સે તાલઃ અહીં ગાયક કલાકારો સાથે આવેલા સંગીતના વાધ્યો પર પણ પરેશ ધનાણી એક અદના સંગીતકાર હોય તે પ્રકારે ડ્રમ વગાડી રહ્યા છે ગરબા નો તાલ અને સંગીતનો સૂર પરેશ ધાનાણી જાણતા હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અગાઉ પણ પરેશ ધાનાણી નો મલખમ સાથે અંગ કસરતના દાવ કરતા હોય તેવો વિડીયો પણ સામે આવ્યો હતો તો કોરોના કાળમાં લોકો માટે ભોજન પ્રસાદ બનાવતા હોય તેવો વિડિયો પણ ધારાસભ્ય પરેશ ધાનાણી નો વાયરલ થયો હતો ત્યારે નવરાત્રિના સમયમાં નતા વિપક્ષ ગરબે ઘૂમતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે.