- તૌકતે વાવાઝોડામાં લોકો સરકારની સહાય મેળવવા માટે સરકારી કચેરીના ચક્કર મારી રહ્યા છે
- કુદરતી આફતમાંથી ઉગરે તેની વચ્ચે એક શરમજનક ઘટનાથી ખળભળાટ મચી ગયો છે
- મહિલાને સરકારી ગ્રાન્ટની મદદની લાલચ આપી દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઇ
અમરેલી: તૌકતે વાવાઝોડાને થોડો સમય વિતી ગયો છે, ત્યારે અમરેલી(AMRELI) જિલ્લામાં હજુ પણ લોકો સરકારની સહાય મેળવવા માટે સરકારી કચેરીના ચક્કર મારી રહ્યા છે. આ કુદરતી આફતમાંથી ઉગરે તેની વચ્ચે એક શરમજનક ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલા થોરડી ગામે પૂર્વ સરપંચે સહાયથી વંચિત મહિલાને સરકારી ગ્રાન્ટની મદદની લાલચ આપી દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઇ હતી.
આ પણ વાંચો- ઉનામાં તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનના વળતરની 1,000થી વધુ અરજી પેન્ડિંગ
બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો
આ મહિલા રાત્રે એકલી હતી, ત્યારે ગામના પૂર્વ સરપંચ પ્રફુલ લાભુભાઈ વેકરીયાએ ઘરે પ્રવેશી કહ્યું કે, વાવાઝોડામાં જે તમારા મકાનને નુકસાન થયુ છે, તેની જે સહાય મળવાની છે, તે તમને મળી જશે. તેમ કરી ફરિયાદીની એકલતાનો લાભ લઇ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો હતો.