ગુજરાત

gujarat

ETV Bharat / state

મંદીની મોકાણથી દિવાળીએ હોળી પ્રગટાવતું ગુજરાત તમે બનાવ્યુંઃ ધાનાણી - gujarat election

ગુજરાત વિધાનસભાના ચૂંંટણીના (Gujarat Assembly Election 2022) પડઘમ સંભળાઈ રહ્યા છે. દરેક રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર-પ્રસારની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે અમરેલીના ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષ નેતા (Congress Leader Paresh Dhanani) પરેશ ધાનાણીએ ભાજપના કેમ્પેઇન સામે ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

મંદીની મોકાણથી દિવાળીએ હોળી પ્રગટાવતું ગુજરાત તમે બનાવ્યુંઃ ધાનાણી
મંદીની મોકાણથી દિવાળીએ હોળી પ્રગટાવતું ગુજરાત તમે બનાવ્યુંઃ ધાનાણી

By

Published : Nov 9, 2022, 7:38 AM IST

Updated : Nov 9, 2022, 8:28 AM IST

અમરેલી: ગુજરાત વિધાનસભાના ચૂંંટણીના પડઘમ (Gujarat Assembly Election 2022) સંભળાઈ રહ્યા છે. દરેક રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર-પ્રસારની તૈયારીઓમાં જોરો-શોરોથી લાગી ગયા છે. ત્યારે તાજેતરમાં ગાંધીનગર ખાતે ભાજપ દ્વારા 'હા મેં બનાવ્યું ગુજરાત' કેમ્પેઈન (Congress Leader Paresh Dhanani) લોન્ચ કરવામાં આવ્યું હતું. જે મામલે અમરેલીના ધારાસભ્યઅને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ (Twitter War Congress BJP) કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

મંદીની મોકાણથી દિવાળીએ હોળી પ્રગટાવતું ગુજરાત તમે બનાવ્યુંઃ ધાનાણી

ટ્વીટનો વાર:પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ મારફતે ભાજપ પર પ્રહાર કર્યા હતા. જેમાં કોરોના સમયમાં સરકારની નબળી કામગીરી, મોરબીની બ્રિજ દુર્ઘટના ઉપરાંત શિક્ષણનું વેપારીકરણ જેવા મુદ્દાઓને લઈને કેન્દ્ર સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ભાજપના કેમ્પેઇન સામે ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો

કવિતાથી કટાક્ષઃધાનાણીએ એક કવિતાના માધ્યમથી ભાજપ સરકારની નિષ્ફળતાઓ પર કટાક્ષ કર્યો છે. આ કવિતામાં તેમણે કેટલાક દાવાઓ પણ ક્યા છે. જેમાં રોજગારીથી લઈને કોરોના કાળ સુધી મુશ્કેલીઓને આવરી લેવામાં આવી છે. જોકે, ભાજપે પ્રચાર સુત્ર જાહેર કર્યા બાદ ન માત્ર કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટી પણ મુદ્દાઓની સામે પ્રશ્નો કરી રહી છે. ગુજરાતમાં પ્રચાર પડઘમ પડઘાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ માટે આ ચૂંટણી અસ્તિત્વ માટેની લડાઈ બની રહી છે.

"હા, આ એ જ ગુજરાત તમે બનાવ્યું છે જ્યાં કોરોનાના સમયમાં લોકો સારવારના અભાવે રઝળી રહ્યા હતા. હોસ્પિટલો બહાર દર્દીઓની લાંબી લાઈનો લાગી હતી. ઓક્સિજનની અછતના લીધે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. ઈન્જેક્શનમાં મોટા પાયે કાળા બજારી થઈ રહી હતી. જ્યાં બેદરકારના લીધે તક્ષશિલા અગ્નિકાંડ, મોરબીની બ્રિજ દુર્ઘટનામાં અસંખ્ય લોકોના જીવ ગયા છે. આ એ જ ગુજરાત તમે બનાવ્યું છે જ્યાં શિક્ષણનું વેપારીકરણ કરીને ઇન્દુ ચાચાના સ્વપ્નના ગુજરાત પર કલંક લગવવાનું કાર્ય કર્યું છે."આમ પરેશ ધાનાણીએ ટ્વીટ મારફતે વિવિધ મુદ્દાઓ પર ભાજપ સરકારને ઘેરી હતી. જે બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

Last Updated : Nov 9, 2022, 8:28 AM IST

ABOUT THE AUTHOR

...view details