અમરેલી: વધુ એક વખત સોશિયલ મીડિયામાં અભદ્ર વીડિયો પોસ્ટ (indecent videos in WhatsApp group) કરવાને લઈને અમરેલી જિલ્લો બદનામ થઈ રહ્યો છે. આજે લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉંધાડના મોબાઈલ નંબર પરથી ગતિશીલ અમરેલી નામના ગ્રુપમાં અભદ્ર વીડિયો (Former MLA Bavku Undhad) શેર કરવામાં આવ્યો હતો. જે બાદ શેર થયેલા વીડિયોને તુરંત ગ્રુપમાંથી દૂર કરાયા હતા પરંતુ કેટલાક વીડિયોના સ્ક્રીન શોટ વાઇરલ થઇ રહ્યા છે. જેને લઇને ફરી એક વખત અમરેલી જિલ્લાનું રાજકારણ અભદ્ર વીડિયોને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યું છે.
ધારીના વર્તમાન ધારાસભ્ય પણ અભદ્ર વીડિયો કરી ચૂક્યા છે પોસ્ટ
ગતિશીલ અમરેલી વોટ્સએપ ગ્રુપમાં અમરેલી જિલ્લા ભાજપના વરિષ્ઠ (Former MLA in Amreli) નેતાઓની સાથે કેટલાક પ્રદેશના દિગ્ગજ નેતાઓ પણ સામેલ છે. આવી પરિસ્થિતિમાં વાયરલ થયેલો વીડિયોનો સ્ક્રીનશોટ અમરેલી જિલ્લાને શર્મસાર કરી રહ્યો છે. થોડા મહિના પૂર્વે ધારી બગસરાના વર્તમાન ધારાસભ્ય જે.વી.કાકડિયા પણ આ પ્રકારનો અભદ્ર વીડિયો ધારી ભાજપના ગ્રુપમાં પોસ્ટ કરી ચૂક્યા છે. ત્યારે પણ આ પ્રકારનો ઉહાપોહ થયો હતો. તેમના બચાવમાં આવેલા જે.વી.કાકડિયાએ પોતાનો મોબાઈલ નંબર કોઈ હેકર દ્વારા હેક કરીને આ પ્રકારનો વીડિયો પોસ્ટ કર્યો છે તેવો લૂલો બચાવ કર્યો હતો.