ગુજરાત

gujarat

ETV Bharat / state

પૂર્વ કૃષીમંત્રી વી.વી.વઘાસિયાનું કાર એક્સિડન્ટમાં નિધન થતાં શોકનો માહોલ - Car Accident

સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયા શેલણા વંડા વચ્ચે ફોરવિલ કાર અને જેસીબી સાથે સર્જ્યો હતો. આ જીવલેણ અકસ્માતમાં એમનું નિધન થયું છે. આ ઘટનાને કારણે એમના પરિવારમાં માતમનો માહોલ છે.

પૂર્વ કૃષીમંત્રી વી.વી.વઘાસિયા કાર એક્સિડન્ટ માં નિધન થતાં શોકનો માહોલ સર્જાયો
પૂર્વ કૃષીમંત્રી વી.વી.વઘાસિયા કાર એક્સિડન્ટ માં નિધન થતાં શોકનો માહોલ સર્જાયો

By

Published : May 19, 2023, 12:57 PM IST

સાવરકુંડલાઃ સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયા શેલણા વંડા વચ્ચે ફોરવિલ કાર અને જેસીબી સાથે સર્જ્યો હતો રાત્રે ઠવી ગામથી વિજયાનગર જતી વખતે બનેલી ઘટના રોડ અકસ્માતમાં નિધન થયું હતું. અકસ્માતમાં નિધનના સમાચાર મળતા રાજકીય સામાજિક આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા. વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સહિત અનેક રાજકીય આગેવાનો હોસ્પિટલ હાજર વી.વી. વઘાસિયાના અકસ્માત ના સમાચાર સાંભળતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી હતી.

અહીં બની ઘટનાઃઅકસ્માતની આ ઘટના સાવરકુંડલા પંથકમાં શેલણા ચોકડીથી વંડાના રસ્તે બની હતી. પૂર્વ કૃષિ રાજ્યમંત્રી વી.વી.વઘાસિયા વિજયાનગર ગામેથી સાંજે પોતાની કાર લઇ ઠવી ગામે આવેલી પોતાની વાડીએ ગયા હતા. એ સમયે આ જીવલેણ અકસ્માત થયો હતો. રાત્રે ત્યાંથી પરત ઘરે જવા નીકળ્યાં હતા. શેલણા ચોકડીથી આગળ પહોંચતા વંડા તરફથી આવી રહેલા જેસીબી સાથે તેમની કાર અથડાઇ ગઇ હતી. જેસીબીની લાઇટના કારણે તેઓ અંજાઇ ગયા હોવાનું મનાય છે. સમગ્ર સાવરકુંડલા પંથકમા શોકનો માહોલ છવાયો હતો.

હોસ્પિટલ ખસેડાયા હતાઃ અકસ્માતને પગલે જેસર 108ની એમ્બ્યુલન્સ દ્વારા તેમને સારવાર માટે તાબડતોબ સાવરકુંડલાની કે.કે.મહેતા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવની જાણ થતા પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી, ધારાસભ્ય કૌશિક વેકરિયા અને મહેશ કસવાલા તથા સ્થાનિક ભાજપ આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. પૂર્વ કૃષમંત્રી વી વી વઘાસીયાની અંતિમ યાત્રા શુક્રવારે નીકળી હતી. વી.વી.વઘાસિયા આરએસએસના કાર્યકરથી કારકિર્દી શરૂ કરી અને મિનિસ્ટર થયા વર્ષ 2012માં સાવરકુંડલા સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. બાદમાં રૂપાણી સરકારમાં કૃષિ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો.

Navsari News : નશામાં દ્રુત થઈને કાર ચાલકે બાઈક સવારને લીધા અડફેટે, એકનું મૃત્યુ

Patan News : બાલીસણામાં કારની અડફેટે બાઈક ચાલકનું મોત,

ABOUT THE AUTHOR

...view details