અમરેલીઃ એશિયાઇ સિંહોના મોતને લઈને વન વિભગ દ્વારા ભેદી મૌન સેવાઈ રહ્યું છે, એવામાં વાઇલ્ડ લાઇફ PCCF શ્યામલ ટીકાદાર ધારી દોડી આવ્યા હતાં.
એશિયાઇ સિંહોના મોતને લઈને વન વિભાગનું ભેદી મૌન હાલ જ્યારે સમગ્ર દુનિયામાં કોરોનાનું સંકટ આવ્યું છે, એવી જ રીતે ગીરના એશિયાટિક સિંહો પર સૌવથી મોટુ સંકટ આવ્યું છે, જસાધાર ખાતે સિંહોના સતત મોતથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ધારી ખાતે દોડી આવ્યા અને ગીર જંગલમાં સિંહોના રેસ્ક્યુ કરી સ્કેનિંગ અને સેમ્પલ લેવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાવામાં આવી છે.
જંગલ વિસ્તારમાં દરરોજ સિંહોના રેસ્કયુ કરવામાં આવી રહ્યાં છે, સમગ્ર ઘટનાને લઈને વાઈલ્ડ લાઈફ PCCF શ્યામલ ટીકાદાર ધારી, જસાધાર અને તુલસીશ્યામ ખાંભા રેન્જ ખાતે દોડી આવ્યા છે. 2 દિવસથી ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા જંગલ વિસ્તારમાં ધામા નખાયા હતા.
ગીર જંગલ બાદ રેવન્યુ વિસ્તારના સિંહોના રેસ્ક્યુ કરાયા તેવી શકયતા સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સિંહોને નખ તૂટી જવા, મોંમાંથી લોહી નીકળવા જેવી ગંભીર ઘટનાઓ સામે આવતા વન વિભાગની ચિંતા વધી છે, પરંતુ સમગ્ર ઘટના મામલે વન વિભાગ દ્વારા ભેદી મૌન સેવાઈ રહ્યું છે.