અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલાના મિતિયાળા અભ્યારણ્ય સહિતના જંગલોમાં વન વિભાગ દ્વારા પાણીના પોઇન્ટ પર સોલ્ટ લિક્સ મુકીને સિંહો સહિતના વન્ય જીવોને ઉનાળાની ગરમીમાં પોષક તત્વો મળી રહે તેમજ લુ ના લાગે તે માટે વન વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરી સરાહનિય કામગીરી કરવામાં આવી મિતિયાળા અભ્યારણ આસપાસના 10 પાણીના પોઇન્ટ કાર્યરત કરી આ તમામ 10 પાણીના કૃત્રિમ પોઇન્ટ વન વિભાગ ભરાઈ રહ્યાં છે.
ઉનાળાને ધ્યાનમાં લઇ વન્યજીવો માટે કરાઇ વિશેષ સુવિધા - Forest Department
અમરેલી: જિલ્લામાં આવેલા સાવરકુંડલાના મિતિયાળા અભ્યારણ્ય સહિતના જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા પાણીના પોઇન્ટ પર સોલ્ટ લિક્સ મુકીને અને વનરાજા માટેની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.
વન્યજીવો માટે સુવિધામાં વધારો
જો કે તમામ પોઇન્ટ પર વન્ય જીવોને લુ ગરમી ન લાગે અને પોષક તત્વો મળી રહે તે માટે તમામ જંગલમાં પોઇન્ટ પર સોલ્ટ લિક્સ મુકવામાં આવ્યા છે. સિંહ સહિતના વન્ય જીવો પાણી પીધા બાદ આ સોલ્ટ લિક્સ ચાટે છે. ગીરના સિંહો અને જંગલના તમામ પશુઓને પોષક તત્વો મળી રહી લુ ના લાગે તેવા હેતુસર વન વિભાગ દ્વારા કરવામાં આવેલો પ્રયોગ સફળ પ્રયત્નો કરી રહ્યાં છે.