ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં વિદેશી દારુની હેરા ફેરી કરતા 2 ઇસમો ઝડપાયા - અમરેલી

અમરેલી: જિલ્લાના ટોપ લીસ્ટેડ બુટલેગર યોગેશ બટુક ખેરને ભારતીય બનાવટના વિદેશી દારુની હેરાફેરી કરતા એલ.સી.બી પોલીસે 2 કાર સહિત રુપિયા 8,39,400ના મુદ્દામાલ સાથે જપ્ત કર્યો છે. યોગેશ દારુ બુટલેગર આ પહેલા પણ ઘણાં આરોપ હેઠળ જેલની મુલાકાત લઇ આવ્યો છે.

અમરેલીમાં વિદેશી દારુની હેરા ફેરી કરતા 2 ઇસમો ઝડપાયા

By

Published : Aug 8, 2019, 4:53 AM IST

અમરેલી જિલ્લામાં બાતમીના આધારે યોગેશ બટુક ખેર તથા માણાવાવનો હરદીપ દડુભાઇ બંને અલગ અલગ કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારુ ભરીને ખંભા આવી રહ્યા છે તેવી માહિતી મળી હતી. એલ.સી.બી પોલીસે વોચ ગોઠવતા કારને રોકવાનો ઇશારો કરતા બે ઇસમો નાસી ગયા હતા. જ્યારે યોગેશ બટુક ઝડપાઇ ગયો હતો.

પોલીસે આરોપી પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્‍ડની કુલ બોટલ નંગ-444, કિંમત રુપિયા 1,33,200/- તથા મોબાઇલ ફોન નંગ-૩,કિંમત રુપિયા 6,500/- તથા મારૂતિ રીત્ઝ ફોરવ્‍હીલ કાર રજી.નંબર જી.જે.12.બી.આર.9881, કિંમત રુપિયા 2,00,000/- તથા મારૂતિ સ્‍વીફ્ટ ડીઝાયર કાર રજી.નંબર જી.જે.14.એ.કે.4728,કિંમત રુપિયા 5,00,000/- મળીને કુલકિંમત રુપિયા 8,39,400/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details