- ગુજરાતમાં હવે એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું થશે ઉત્પાદન
- ગુજરાત સરકાર અને ખાનગી કંપની દ્વારા કરાયા MOU
- અમરેલી સહિતના આસપાસના જિલ્લાઓમાં મળશે રોજગારીની તક
ગાંધીનગર : ગુજરાતમાં ગેસ ઉત્પાદન, કોલસાનું ઉત્પાદન, ખનિજનું ઉત્પાદન થઈ રહ્યું છે, ત્યારે હવે એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન પણ ગુજરાતમાં થશે. આ બાબતે રાજ્યના ઉડ્ડયન પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા( Aviation Minister Bhupendrasinh Chudasama )એ ચિલ્ડ્રન યુનિવર્સિટીના કાર્યક્રમમાં પત્રકાર પરિષદને સંબોધતા જાહેરાત કરી હતી કે, ગુજરાત સરકારના ઉડ્ડયન વિભાગ અને ખાનગી કંપની વચ્ચે એક ખાસ MOU કરવામાં આવ્યા છે, જેને લઈને આવનારા સમયમાં ગુજરાતમાં જ હેલિકોપ્ટર અને નાના એરક્રાફ્ટનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો:રાજુલાની જમીનમાં બનશે સોલાર પ્લાન્ટ : રેલવે નહીં આપે નગરપાલિકાને જમીન
અમરેલી જિલ્લામાં થશે ઉત્પાદન
રાજ્ય સરકારના ઉડ્ડયન વિભાગ અને એક ખાનગી કંપની વચ્ચે થયેલા MOU પ્રમાણે અમરેલી જિલ્લામાં હેલિકોપ્ટર અને નાના એરક્રાફ્ટ વિમાનોનું ઉત્પાદન કરવામાં આવશે, નાના એરક્રાફ્ટમાં ટુ સીટર, થ્રી સીટર અને એર એમ્બ્યુલન્સનું પણ ઉત્પાદન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ફક્ત વિમાનોના સ્પેરપાર્ટ જ તૈયાર કરવામાં આવતા હતા, પરંતુ હવે પ્રથમ વખત ગુજરાતમાં જ સંપૂર્ણ રીતે નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવામાં આવશે.