ગુજરાત

gujarat

અમરેલીમાં કપાસની વિક્રમજનક બોલીએ રચ્યો ઇતિહાસ, ખેડૂતોમાં ખુશી

By

Published : Aug 21, 2019, 9:49 AM IST

અમરેલીઃ સારા વરસાદથી ખેડૂતોના પાકની આશાઓ વધુ ઉજ્જવળ બની છે. અમરેલીના APMC ખાતે કપાસની પ્રથમ આવક 111 કિલોની થઈ હતી. જે ઐતિહાસિક કહી શકાય તેવો રાજ્યનો વિક્રમજનક કપાસનો એક મણે 1952 રૂપિયા જેટલો ચોંકાવનારો ભાવ હરાજીમાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

amreli

સામાન્ય રીતે નવરાત્રિના સમયગાળામાં નવા કપાસની આવક APMCCEX થતી હોય છે. પરંતુ, મંગળવારે અમરેલી APMCમાં કપાસની ગાંસડીઓ આવી હતી. જે કપાસ માટે વેપારીઓએ પણ દિલખોલીને બોલી લગાવી હતી. જેમાં આશ્ચર્યજનક રીતે 1952 રૂપિયા ભાવ પ્રતિ મણે નક્કી થયો હતો. જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પ્રથમવાર આવેલા કપાસની જ વિક્રમજનક બોલી લાગતા ખેડૂતોએ આવો ભાવ જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરી હતી.

અમરેલીમાં પ્રથમવારના જ કપાસના જથ્થામાં વિક્રમજનક બોલી લાગતા ખેડૂતોમાં ખુશહાલી

1952માં અમરેલી APMCની સ્થાપના થયાં બાદ આજે પ્રથમવાર આખા દેશમાં કપાસનો આટલો ઉંચો ભાવ અમરેલીમાં આવ્યો હોવાનું APMCના ચેરમેને જણાવ્યું હતુ.

ABOUT THE AUTHOR

...view details