અમરેલીના બગસરા તાલુકામાં આવેલા જેઠીયાવદર ગામના રહેવાસી ભીખાભાઈએ વરસાદના પાણીને કઈ રીતે ઉપયોગમાં લેવું તેનો વિકલ્પ પોતાની કોઠાસૂઝથી શોધી કાઢ્યો છે. દર ચોમાસામાં જેઠીયાવદર ગામના ભીખાભાઈના ખેતરો વરસાદના પાણીથી ભરાઈ જતા અને પોતાના પાકને મોટું નુકસાન થતું હતું. પરંતુ ભીખાભાઈએ પોતાની કોઠાસૂઝથી પોતાના ખેતરની આસપાસ જે વરસાદી પાણી ભરાતા હતા તે જગ્યાએ JCBથી ખોદકામ કરીને નહેર જેવું બનાવ્યું છે.
અમરેલીમાં ખેડૂતે પોતાની કોઠાસૂઝથી શોધ્યો પાણી મેળવવાનો નવો વિકલ્પ - Gujaratinews
અમરેલી: જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વરસાદ સારો થયો છે. ત્યારે સારા વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ વર્ષે ખેડૂતોએ અગાઉ વાવણી કરી છે. મોટા ભાગે ખેડૂતોની પાણીને લઈને મુશ્કેલીઓ વધતી હોય છે, ત્યારે જિલ્લાના એક ખેડૂતે કૂવો રિચાર્જ કરીને પાણી મેળવવાનો વિકલ્પ શોધી કાઢ્યો છે.
ત્યારબાદ 15થી 20 ફૂટ એક મોટો પાઇપ કૂવામાં નાખવામાં આવ્યો છે. જેને કારણે ખેતર બહાર વરસાદના પાણીનો જે ભરાવો થાય છે, તે પાણી કૂવામાં આવે છે. આ કુવો 80 ફૂટથી વધારે ઉંડો છે. જે વરસાદ પહેલા ખાલી હતો, ત્યારે હાલ કૂવામાં 20 ફૂટ જેટલું વરસાદનું પાણી ભરેલું છે. આમ ભીખાભાઈની મહેનત રંગ લાવી અને તેમનો કૂવો પણ રિચાર્જ થઈ ગયો.
આ ઉપરાંત કૂવો રિચાર્જ થતાં જ ભીખાભાઈના ખેતરની આસપાસ આવેલા ત્રણ કૂવામાં પણ પાણી આવવા લાગ્યું છે. આગામી દિવસોમાં આસપાસના ખેડૂતો પણ કૂવો રિચાર્જ કરવાનું વિચારી રહ્યાં છે. હાલમાં વરસાદી પાણી દ્વારા કૂવો રિચાર્જ થતા કપાસ અને મગફળીના પાકને પણ પિયત માટે પાણી મળી રહ્યું છે. ખેતરમાં પાણીની સમસ્યા કૂવા રિચાર્જ કરવાથી દૂર થઈ છે, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.