બાબરા તાલુકાના ગળકોટડી ગામે આવેલા અમરાપરા જુથ સેવા સહકારી મંડળી હસ્તકના ગોડાઉનમાંથી જૈવ ખાતરની એક્સપાયર થયેલી બોટલોનું વેચાણ ખેડુતોએ અટકાવ્યું છે. તેમજ આ કૌભાંડ અંગે ઉચ્ચ ક્ક્ષા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ હતી. આ મામલે મંડળીનાં સંચાલકોએ પોતાનો લૂલો બચાવ કર્યો હતો.
અમરેલીમાં એક્સપાયર થયેલા જૈવ ખાતરના વેચાણનો ખેડુતોઓએ કર્યો પર્દાફાશ - એક્સપાયર ખાતર
અમરેલી: બાબરાના ગળકોટડી ગામે અમરાપરા જુથ સેવા સહકારી મંડળીમાં એક્સપાયર થયેલી ખાતરની બોટલોનું વેચાણ થઈ રહ્યુ હતું. ખેડુતોએ આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. લાંબા સમયથી એક્ષપાયર થયેલું જૈવ ખાતર આપવામાં આવતું હોવાનો આક્ષેપ ગળકોટડી ગામના સરપંચે કર્યો છે.
ગળકોટડી ગામે ચાલતા ખાતરના વેચાણ કેન્દ્ર ઉપર રાસાયણિક ખાતરોની ખરીદી કરવા આવેલા ખેડુતોને જૈવ ખાતર લીક્વીડની બોટલોની ફરજીયાત ખરીદી કરવી પડે છે. આ જૈવ ખાતર બોટલોની કીંમત કરતા વધુ રકમો તફડાવી અને એક્ષપાયર બોટલો આપવામાં આવતી હોવાનું કૌભાંડ ગળકોટડીના સરપંચ અને ખેડુતોઓએ ખુલ્લુ પાડ્યુ છે. સરપંચના જણાવ્યા મુજબ અમરાપરા જુથ સેવા સહકારી મંડળીના કર્મચારી દ્વારા ખેડૂતોની રાસાયણિક ખાતરની જરૂરિયાત સામે બળજબરીથી આ જૈવ ખાતરની બોટલો ખરીદવા જણાવાયુ હતું.
બોટલની કિંમત કરતા વધુ રકમ વસુલી ખરીદીનું સાદું બીલ આપવામાં આવે છે. ખેડૂતો દ્વારા એક્ષપાયર દવાનું વેચાણ ઝડપી પાડતા સંચાલકે ગોડાઉન બંધ કરી ચાલતી પકડી હતી. કંપની દ્વારા આ જૈવ ખાતર ફરજીયાત આપવામાં આવતું હતુ. આ પડતર પડેલા જૈવ ખાતરોનું વેચાણ કરવા મંડળી દ્વારા કર્મચારી વર્તુળમાં સુચના આપવામાં આવી નથી. છતાં ઉઠેલી લોક ફરિયાદ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજી તરફ ખેડૂતો વતી સરપંચ સહિત ખેડુતોનુ પ્રતિનિધિ મંડળ આગામી દિવસોમાં જિલ્લા કૃષિ અધિકારી અને જિલ્લા કલેકટર સમક્ષ છેતરપીંડી કરનાર મંડળીના વેચાણ લાઇસન્સને રદ કરવાની માગ કરશે.