અમરેલી : હવામાન વિભાગના દ્વારા કરવામાં આવેલ આગાહીના પગલે અરબી સમુદ્રમાં સર્જાયેલા અર્બન ડિસ્ટર્બના કારણે રાજ્યમાં શનિવારે સાંજે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતો માટે મુશ્કેલી સર્જી છે. ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદમાં ખેડૂતોનો મહામુલો પાકને નુકશાન થયું છે. કમોસમી વરસાદ પડતાં અમરેલી જિલ્લામાં વરસાદી વાતાવરણ બન્યું હતું જેના કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી, બગસરા, બાબરામાં ધોધમાર વરસાદ બાદ શેરીઓ ગલીઓમાં પાણી વહેતા થયા હતા.
ખેડૂતો વરસાદથી પાકોમાં નુકશાન જવાની ભીતિ છે :બાબરા શહેરની બજારોમાં પાણી વહેતા થયા હતા. તો તાલુકાના વાંડળિયા, ખાખરિયા, દરેડ, જામબરવાળા, લુણકી, ગળકોટડીમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોના રવીપાકને નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે. હાલ ખેતરમાં જીરું, ધાણા, ચણા, ઘઉં સહિતના રવીપાકો ઊભા છે. આ માવઠાના કારણે ખેડૂતને મોટું આર્થિક નુકસાન થશે. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના પાક જેવા કે કેસર કેરીના પાકમાં વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળી છે. ધારી, સુખપુર, કાંગસા, ગોવિંદપુરા, દલખાણીયા, સરસીયા, હિરવા, ગીરકાંઠાના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં માવઠું થયું હતું. ખેડૂતો વરસાદથી પાકોમાં નુકશાન જવાની ભીતિ છે.