હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વાતાવરણમાં ફાની ચક્રવાતની અસર થવાની આગાહી કરવામાં આવી હતી. હવામાનમાં આવેલ પલટાને કારણે અમદાવાદ શહેરનું તાપમાન ૪૦.૪ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ૪૨.૬ ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. અન્ય શહેરોનું તાપમાન રાજકોટ ૪૧.૯ ડિગ્રી, ભુજ ૪૧.૮ ડિગ્રી, સુરેન્દ્રનગર ૪૧.૬ ડિગ્રી, ગાંધીનગર ૪૧ ડિગ્રી, અમરેલી ૪૦.૮ ડિગ્રી, ડીસા ૪૦.૨ ડિગ્રી જોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાનમાં ધીરે ધીરે ગરમીમાં વધારો નોંધાશે અને અમુક શહેરોમાં વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ફાનીની ગુજરાતમાં અસર, ગાજવીજ સાથે વરસાદ, જુઓ વીડિયો - weather
અમદાવાદ: અસહ્ય ગરમીના પ્રકોપ બાદ ફાની ચક્રવાતની અસરના કારણે હવામાનમાં અચાનક પલટો આવતા અમદાવાદ સહિતના રાજ્યના તમામ શહેરોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે, ત્યારે અમુક શહેરોમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા.
વીડિયો
અમરેલી જિલ્લાના ચલાલામાં અચાનક વાતાવરણમાં પલટો થયો હતો. અસહ્ય ગરમી બાદ પવનના વંટોળ અને કાળા ડિબાંગ વાદળો સાથે ગાજવીજ સાથે વરસાદ થયો હતો. રાજકોટ પંથકમાં હવામાનમાં પણ પલટો જોવા મળ્યો હતો. બપોર બાદ શહેર અને તાલુકાના વિસ્તારમાં વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું હતું. સાથે જ જામકંડોરણા પંથકમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. ભાવનગર જિલ્લામાં વરસાદ તો શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
Last Updated : May 5, 2019, 10:26 AM IST