ગુજરાત

gujarat

ETV Bharat / state

તૌકતે વાવાઝોડાનો તાંડવ: રાજુલા શહેરમાં વિજળી ડૂલ, શિયાળ બેટની 3 બોટ તણાઈ - ગુજરાતમાં તૌકતે સાઈક્લોન

તૌકતે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે. ત્યારે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ પૈકી અમરેલીના રાજુલા શહેરમાં વાવાઝોડાની અસરથી વિજળી ડૂલ થઈ ગઈ છે. જ્યારે શિયાળ બેટ ખાતેથી 3 બોટ તણાઈ હોવાની માહિતી સામે આવી છે.

તૌકતે વાવાઝોડાનો તાંડવ: રાજુલા શહેરમાં વિજળી ડૂલ, શિયાળ બેટની 3 બોટ તણાઈ
તૌકતે વાવાઝોડાનો તાંડવ: રાજુલા શહેરમાં વિજળી ડૂલ, શિયાળ બેટની 3 બોટ તણાઈ

By

Published : May 18, 2021, 3:34 AM IST

  • ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે તૌકતે વાવાઝોડું
  • અમરેલી જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાંનો એક
  • વાવાઝોડાની અસરથી રાજુલા-જાફરાબાદમાં અસર

અમરેલી: તૌકતે વાવાઝોડાની અસરથી જિલ્લાના રાજુલા શહેરમાં વિજળી ડૂલ થઈ ગઈ છે. જ્યારે રાજુલા-જાફરાબાદમાં અનેક વૃક્ષો ધરાઈ ગયા છે. જ્યારે, શિયાળ બેટ ખાતેથી 3 બોટ તણાઈ હોવાની માહિતી મળી રહી છે.

વિજળી ડૂલ થતા લોકોમાં ભયનો માહોલ

રાજુલા શહેર સહિત અમરેલી જિલ્લાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વિજળી ડૂલ થવાની સાથે ભારે પવન અને વરસાદના પગલે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. આ ઉપરાંત દરિયામાં કરંટના કારણે ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details