અમરેલી: જનતા કરફ્યૂને લઇ અમરેલીમાંથી પસાર થતા તમામ સ્ટેટ-હાઇવે સૂમસામ જોવા મળ્યા છે, જયારે પીપાવાવ પોર્ટ, અમદાવાદ, ભાવનગર જતા હાઇવે પર પણ કરફ્યૂની અસર જોવા મળી છે. જનતા કરફ્યૂના લીધે વાહનોથી ધમધમતા હાઇવે સૂમસામ દેખાઈ રહ્યા છે.
જનતા કરફ્યુને લીધે અમરેલી સૂમસામ - news in Amreli
જનતા કરફ્યૂને લઈને અમરેલીમાંથી પસાર થતા તમામ સ્ટેટ હાઈવે સૂમસામ જોવા મળ્યા છે. અમરેલીની તમામ સોસાયટીઓમાં પણ લોકોએ સ્વયંભૂ જનતા કરફ્યૂને સમર્થન કર્યું છે.
જનતા કરફ્યુને લીધે અમરેલી સૂમસામ
બીજી બાજૂ અમરેલીની સોસાયટીઓમાં પણ જનતા કરફ્યૂને લઈ લોકોમાં જાગૃતતા દેખાઈ રહી છે. શહેરની તમામ સોસાયટીઓ પણ સૂમસામ બની છે. જેમાં લોકો સવારથી જ બહાર ન નીકળી સ્વયંભૂ રીતે જનતા કરફ્યૂનું પાલન કરી રહ્યાં છે.