અમરેલી:ગુજરાતમાં ચુંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપે મોટાભાગની ટિકિટો વહેંચાઈ ગઈ છે. ભાજપે અમરેલીમાં વિઘાનસભા ટિકિટ જાહેર કરી દીઘી છે.(gujarat essembly election 2022) રાજેશભાઇ કાબરીયાને કાર્યકરી પ્રમુખ બનાવાયા છે. ભાજપે આ નિર્ણય લીધો છે.
અમરેલી વિધાનસભા બેઠક પર જિલ્લા કાર્યકારી પ્રમુખની નિમણૂંક - વિધાન સભા
અમરેલી જીલ્લા ભાજપના કાર્યકરી પ્રમુખ તરીકે રાજેશભાઇ કાબરીયા ની વરણી કરવામાં આવી છે. (District Executive President )કૌશિકભાઈ વેકરી્યાને ચુંટણી જંગમાં ઉતાર્યા બાદ પ્રદેશ ભાજપે આ નિર્ણય લીધો છે.
નિમણૂંક આપવામાં આવી:અમરેલી જીલ્લા ભાજપના કાર્યકરી પ્રમુખ તરીકે રાજેશભાઇ કાબરીયા ની વરણી કરવામાં આવી છે. કૌશિકભાઈ વેકરીયાને ચુંટણી જંગમાં ઉતાર્યા બાદ પ્રદેશ ભાજપે આ નિર્ણય લીધો છે. અમરેલી જીલ્લા ભાજપના પ્રમુખ કૌશિક વેકરીયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા અમરેલી બેઠક પર ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. કૌશિક વેકરીયાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા બાદ હવે જીલ્લા ભાજપના મહામંત્રી રાજેશ ભાઈ કાબરીયા ને જીલ્લા ભાજપના કાર્યકરી પ્રમુખ તરીકે નિમણૂંક આપવામાં આવી છે,
ભાજપનો આ દાવ:પ્રદેશ ભાજપ દ્વારા અમરેલી સહિત કુલ આઠ જીલ્લામા કાર્યકારી પ્રમુખ ની નીમણુંક કરવામાં આવી છે. હવે જોવાનુ એ રહેશે કે ભાજપનો આ દાવ ચુંટણી જંગમાં કેવો સાબીત થશે.