- સ્વયં સૈનિક દળ દ્વારા રાજુલાના અસરગ્રસ્ત ગામોમાં રાશન કીટનું વિતરણ
- રાજુલા તાલુકાના અસરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યું સ્વયં સૈનિક દળ
- સ્વયં સૈનિક દળ ફંડ ફાળો લીધા વગર સ્વખર્ચે કરે છે ઉમદા કામ
અમરેલી : રાજ્યમાં આવેલા તૌકતે વાવાઝોડાના કારણે રાજુલા તાલુકાના અનેક લોકો બેઘર બની ગયા છે. ઘણા ગામોમાં પીવાના પાણી અને ભોજનના ફાફા પડી રહ્યા છે. લોકોના મકાન પડી જવાથી ઘર વખરી પલળી ગઈ છે, અનાજ બગડી ગયું છે. લોકો હાલ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક લોકોને તૌકતે વાવાઝોડાની અસર થઇ છે, ત્યારે તૌકતે વાવાઝોડાના વિનાશ બાદ બેઘર અને અસરગ્રસ્ત લોકો માટે સ્વયં સૈનિક દળના યુવાનો રાશન કિટ તૈયાર કરીને જરૂરિયાતમંદ લોકોને આપવાની સેવા શરૂ કરી છે. યુવાનોએ 1,500 જેટલી રાશન કિટ તૈયાર કરીને આસપાસના ગામો જેવા કે, ભેરાઇ, ઉચૈયા, થોરડી વગેરે ગામોમાં બેઘર લોકોને જીવન જરૂરિયાતના રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો -પોરબંદર પોર્ટ લવાયેલી તામિલનાડુની બોટના સભ્યોને પોલીસે રાશન પહોંચાડ્યું