ગુજરાત

gujarat

ETV Bharat / state

Amreli Lion News: ધારી સરસિયા રેન્જમાં સિંહ દર્શન કરાવવા ભારે પડ્યા, ત્રણ શખ્સો ઝડપાયા - Dhari Sarsia range lion

ધારી ગીર વનવિભાગ દ્વારા ત્રણ લોકોને સિંહ દર્શન કરાવતી ટોળકી પેટ્રોલિંગ કરતી વખતે ઝડપી પાડી છે. જેમાં જયદીપ જીરા ગામ, હરપાલ ડાભાળી, પ્રતીક ડાભી ખીચા ગામનો રહેવાસી આમ આ ત્રણેય યુવકો સ્થાનિક ગામડાના રહેવાસી છે. લાયન શો કરનારા તત્વો સામે વન વિભાગ કડક કાર્યવાહી કરશે.

ધારી સરસિયા રેન્જમાં સિંહ દર્શન કરાવવા ભારે પડ્યા, ત્રણ શખ્સો ઝડપાયા
ધારી સરસિયા રેન્જમાં સિંહ દર્શન કરાવવા ભારે પડ્યા, ત્રણ શખ્સો ઝડપાયા

By

Published : Aug 19, 2023, 12:30 PM IST

ધારી સરસિયા રેન્જમાં સિંહ દર્શન કરાવવા ભારે પડ્યા, ત્રણ શખ્સો ઝડપાયા

અમરેલી: " ભારતનું ઘરેણું એટલે હાવજ..." અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકો દુર-દુરથી સિંહ દર્શન માટે અમરેલીના ધારી ગીર વિસ્તારમાં આવતા હોય છે. અમુક આ મોકાનો ફાયદો ઉઠાવતા હોય છે. આરોપીઓ લોકોને સિંહ દર્શન કરાવે છે અને પૈસા પણ લે છે. ફરી એક વખત આવા નરાધમો ધારી વનવિભાગને હાથે લાગ્યા છે. ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં આજે સિંહ દર્શન કરનારા લોકોને વનવિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

'તારીખ 17-8-2023 ના રાત્રે 12 વાગ્યે અમે ધારી પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન અમને 3 ઈસમો ધ્યાનમાં આવ્યા હતા. તેમના ફોન તપાસતા સિંહનું વીડિયો અને રેકોડીગ નીકળ્યું હતું. બાકી જો કોઈ બીજા આરોપી પણ સંડોવાયેલા હશે તો તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે.' -જ્યોતિ વાજા, આર.એફ.ઓ.ધારી

સ્થાનિક ગામડાના રહેવાસી:મોડી સાંજે ગીર પૂર્વ DCF રાજદીપ સિંહ ઝાલાની સૂચનાથી સરસીયા રેન્જના આર.એફ.ઓ.જ્યોતિ વાજાની ટીમએ ઘેટી ડેમ વિસ્તાર રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં સિંહ દર્શન કરાવતા 3 ઇસમોને ઝડપી પાડ્યા છે. જેમાં જયદીપ જીરા ગામ,હરપાલ ડાભાળી, પ્રતીક ડાભી ખીચા ગામનો રહેવાસી આમ આ ત્રણેય યુવકો સ્થાનિક ગામડાના રહેવાસી છે. વન વિભાગ દ્વારા ત્રણેયને પકડી સરસીયા રેન્જ કચેરીમાં લવાયા અને પૂછપરછ હાથ ધરી હતી. મોબાઇલ કબજે લઈ તપાસ કરતા સિંહ દર્શન અને સિંહ દર્શન કરાવ્યાનો વીડિયો રેકોર્ડિંગ પણ મળી આવતા વધુ પૂછપરછ કરાઈ હતી.

કાયદેસરની કાર્યવાહી: 2 કાર ચાલકને સિંહ દર્શન આ યુવકો દ્વારા કરાવ્યા હતા. જેમાં ઇનોવા કાર અને થાર જીપ લોકેશન સ્થળ પર જોવા મળી હતી. તે રાજકોટના હોવાની માહિતી વનવિભાગને મળી રહી છે. જ્યારે હવે વધુ તપાસ માટે રિમાન્ડ મેળવ્યા બાદ વધુ પૂછપરછમાં અન્ય લોકો સિંહ દર્શન કરનારા કોણ હતા. તેની ધરપકડ કરવા માટે વનવિભાગ તપાસ હાથ ધરશે.

અગાઉ પણ એક વીડિયો શૂટ કર્યો હતો: ઘેટી ડેમ વિસ્તાર ગેરકાયદે સિંહ દર્શન કરાવવાની ઘટનાઓ વધી રહી છે. જેના કારણે વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારી લાયન શો કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રતીક નામનો યુવક છે. તેમણે અગાઉ પણ એક વીડિયો શૂટ કર્યો હતો. આજે ફરી લાયન શો લોકેશન પરથી વન વિભાગ દ્વારા ઝડપી વાઇલ્ડ લાઇફ એક્ટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે.

ભાજપ આગેવાનનો વીડિયો વાયરલ: ઘેટી ડેમ વિસ્તારમાં અગાઉ ભાજપ આગેવાનનો વીડિયો વાયરલ થયો હતો. સરસીયા રેન્જમાં આવેલા ઘેટી ડેમ વિસ્તારમાં સિંહની અવર જવર અને વન્ય પ્રાણીનો વસવાટ વધુ છે. જેથી લોકો વધુ સિંહ દર્શન કરવા માટે અહીં અવર જવર કરતા હોય છે. થોડા મહિના પહેલા બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરનો વીડિયો ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા. જેમાં પ્રદીપ ભાખર દ્વારા સિંહ સાથે સેલ્ફી લીધી હતી. જોકે વનવિભાગે બનાવ સ્થળની તપાસ કરી હતી. તેમાં કોઈ ગુન્હો બનતો ન હોવાને કારણે કોઈ દંડાત્મક કાર્યવાહી કે ગુન્હો નોંધાયો ન હતો. ફરી એ જ વિસ્તારમાં સિંહ દર્શન કરતી અન્ય ટોળકી આજે ઝડપી પાડી છે.

  1. Amreli Lion Viral Video : સોમનાથ-ભાવનગર હાઇવે પર લટાર મારતો સિંહ પરિવારનો વિડીયો થયો વાયરલ
  2. Lion Accident: ટ્રેનની ટક્કરથી બાળ સિંહનું અકાળે મોત, સિંહ માટે સુરક્ષા વોલ ક્યારે?

ABOUT THE AUTHOR

...view details