- ગુરુવારે કોંગ્રેસ ધારાસભ્ય અંબરીશ ડેરની અટકાયત
- રેલવે સ્ટેશન પર કરવા જઈ રહ્યા હતા ધરણા
- 10 દિવસથી ઉપવાસ પર
અમરેલી : જિલ્લાના રાજુલામાં રેલવેની જમીન મામલે છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા આંદોલન બાબતે આજે (ગુરુવારે) રેલવેની જમીન નગરપાલિકાને આપવાની માગ સાથે ધારાસભ્ય અંબરીશ ડેર અને તેના સમર્થકો આંદોલન ચલાવી રહ્યા હતા. ધારાસભ્ય અંબરીશ ડેરના ઉપવાસનો આજે (ગુરુવારે) દસમો દિવસ છે. રેલવેના અધિકારીઓ અંબરીશ ડેર સાથે વાતચીત કરવા માટે ઉપવાસની છાવણી બર્બટાના પહોંચ્યા હતા પરંતુ, વાતચીત અનિર્ણાયક રહી હતી. વાતચીત બાદ અંબરીશ ડેર અને તેના સમર્થકો દ્વારા પહેલાથી જ અપાયેલા અલ્ટીમેટમ મુજબ આજે (ગુરુવારે) બર્બટાણા રેલવે સ્ટેશન પર ટ્રેન રોકી આંદોલન કરે તે પહેલા જ અંબરીશ ડેરની ટીંગાટોળી કરી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
ગાંધીનો માર્ગ
કોંગ્રેસના 10 દિવસથી ધારાસભ્ય અમરીશ ડેરે અન્નનો દાણો ખાધો નથી. ઉપવાસ દરમિયાન તેઓએ રેલવેના અધિકારીઓ સાથે પણ ચર્ચા પણ કરી હતી. રેલવેના અધિકારી ઓ હા કે ના પણ બોલતા ડરી રહ્યાં છે. ગાંધીચીધ્યા માર્ગે આંદોલન માર્ગે ના છૂટકે તેઓ આગળ વધ્યા હતા.