અમરેલીઃ દામનગર નજીકના નારાયણનગર ગામના દુષ્કર્મના ગુનામાં ભોગ બનનારનો વીડિયો કલીપ બનાવી, તેની જાણ બહાર આરોપીઓ પાસેથી રૂ.45 લાખ બળજબરીથી પૈસા પડાવવાનો કિસ્સો સામે આવ્યો છે. રૂપિયા પડાવવા ઇચ્છતા વચેટીયાઓની ગેંગ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં અમરેલી પોલીસે શોધી કાઢ્યા છે.
દામનગરમાં દુષ્કર્મની પીડિતાનો વીડિયો ઉતારી સાધુઓ પાસેથી 45 લાખના તોડમાં 3ની ધડપકડ - amreli news
દામનગર નજીકના નારાયણનગર ગામના દુષ્કર્મના ગુનામાં ભોગ બનનારનો વીડિયો કલીપ બનાવી, તેની જાણ બહાર આરોપીઓ પાસેથી રૂ.45 લાખ બળજબરીથી પૈસા પડાવવાનો કિસ્સો સામે આવ્યો છે. રૂપિયા પડાવવા ઇચ્છતા વચેટીયાઓની ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ કરી ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં અમરેલી પોલીસે શોધી કાઢ્યા છે.
નારાયણનગર ગામે સતદેવીદાસના આશ્રમમાં મહિલા ઉપર દુષ્કર્મના ગુનામાં ભોગ બનનારને મદદ કરવાના બહાને અગાઉથી આયોજીત કાવતરું રચ્યું હતું. ભોગ બનનારનો વીડિયો ક્લીપ બનાવી તેની જાણ બહાર તેમને મદદ કરવાના બહાને તેનો વીડીયો તેની મંજૂરી વગર વાઈરલ કર્યો હતો. સાધુ ભગતો પાસેથી પૈસા પડાવવા, પૈસાની માંગણી કરી પોતાનો ઇરાદો પાર પાડવાના ઇરાદે ગુનામાં એકબીજાએ મદદગારી કરતી ગેંગ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેમાં આરોપી (૧) પ્રવીણભાઇ રાઠોડ રહે.જાળીયા તા.ઉમરાળા જી.ભાવનગર (૨) જીજ્ઞેશભાઇ મણવર રહે.ઢસા જંકશન (૩) રમેશભાઇ મારૂ રહે.દલડી તા.ખાંભા (૪) લાભુબેન મુછડીયા રહે.પીપળતા તા.ખાંભા (૫) મીનાબેન રહે.બોટાદ વાળાઓ એ ભોગબનનારની જાણ બહાર તેમને મદદ કરવાના બહાને તેનો વીડિયો બનાવી તેની મંજૂરી વગર વાઇરલ કરી તે ગુનાના આરોપીઓ પાસેથી રૂ.૪૫ લાખ પડાવવા પૈસાની માંગણી કરી હતી. ગુનામા એકબીજાએ મદદગારી કરી ગુનો કરતા ઇસમો વિરુદ્ધ અમરેલી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં આરોપીઓ શોધી કાઢ્યા હતા.