- બગસરામાં લવજેહાદની પ્રવૃતિ જોરોશોરોથી ચાલી રહી
- વિહિપ, બજરંગદળ અને અન્ય સંસ્થાઓ એક મંચ પર
- વિધર્મી યુવાનો યુવતીને ભગાડી ગયાની વધતી ઘટનાઓ સામે લોકોમાં રોષ
અમરેલી : બગસરા પંથકમાં લવજેહાદની પ્રવૃતિ જોરોશોરોથી ચાલી રહી હોવાનો લોકોમાં રોષ છે. અવાર-નવાર યુવતીને વિધર્મી યુવાનો ભગાડી ગયાની ઘટના બની રહી છે. તાજેતરમા જ આવી વધુ એક ઘટના બની હતી. અહીંના એક વેપારીની યુવા પુત્રીને વિધર્મી યુવાન લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. આ વિશે પોલીસને ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.
સમાજની વાડીમાં નગરજનોનું વિશાળ સંમેલન મળ્યું
આ પ્રકારની સતત વધી રહેલી ઘટનાઓ સામે લોક રોષનો જુવાળ ફુટી નીકળ્યો હતો. અહીંની સત્તાવાર સમાજની વાડીમાં નગરજનોનું વિશાળ સંમેલન પણ મળ્યું હતું. આવા તત્વોને ઝડપી પાડવા આવુ જ સંમેલન બીજી વખત પણ મળ્યું હતું. જિલ્લા પોલીસ વડા તથા સ્થાનિક પોલીસને આવેદનપત્રો અપાયા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં પ્રથમ લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો, આરોપીની ધરપકડ
તારીખ 9ને શુક્રવારે બગસરા બંધનુ એલાન કરવામાં આવ્યું
પોલીસ દ્વારા આવા તત્વોને પકડી પાડવા માટે કોઇ ઝડપી કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેને પગલે ઝડપી કાર્યવાહી થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને શહેરની વિવિધ સંસ્થાઓના સમર્થનથી આજે તારીખ 9ને શુક્રવારે બગસરા બંધનુ એલાન કરવામાં આવ્યું હતું.