ગુજરાત

gujarat

By

Published : May 20, 2021, 8:09 AM IST

ETV Bharat / state

તૌકતે વાવાઝોડાના કારણે અમરેલીમાં વીજ પોલ, 66કેવી અને ફિડરો થયા ડેમેજ

તૌકતે વાવાઝોડાએ અમરેલીને પણ ભરડામાં લીધું છે. અમરેલીમાં તૌકતે વાવાઝોડાને લઇને ઘણું નુક્સાન પહોંચાડ્યું છે. જેમાં રોડ, રસ્તા, મકાન, દુકાન તેમજ ખેતર નજીક આવેલા વૃક્ષ ધરાસાઇ થતા ઉભા પાકને પણ નુક્સાન થયું હતું.

તૌકતે વાવાઝોડાના કારણે અમરેલીમાં વીજ પોલ, 66કેવી અને ફિડરો ડેમેજ થયા
તૌકતે વાવાઝોડાના કારણે અમરેલીમાં વીજ પોલ, 66કેવી અને ફિડરો ડેમેજ થયા

  • તૌકતે વાવાઝોડાએ અમરેલીને ભરડામાં લીધું હતું
  • અનેક વૃક્ષ ધરાસાઇ થતા ખેડૂતોના ઉભા પાકને નુક્સાન પહોંચ્યું હતું
  • સમગ્ર જિલ્લામાં બે દિવસથી વીજળી જતી રહી છે

અમરેલીઃ ઉના, જાફરાબાદથી પ્રવેશેલા તૌકતે વાવાઝોડાએ અમરેલીને ભરડામાં લીધું હતું. રોડ, રસ્તા, મકાન, દુકાન, તેમજ અનેક વૃક્ષ ધરાસાઇ થતા ખેડૂતોના ઉભા પાકને નુક્સાન પહોંચ્યું હતું.

તૌકતેના ભરડામાં અમરેલી: વાવાઝોડા બાદના ભયાનક દ્રશ્યો

આ પણ વાંચોઃજમાલપુરમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થતા અચાનક દોડધામ

અનેક વૃક્ષો ધરાસાઇ થતાં શહેરના રસ્તા અને શેરીઓ બ્લોક થઇ હતી

વાવાઝોડાએ ચારે બાજુ તબાહી મચાવી હતી. અનેક વૃક્ષો ધરાસાઇ થતાં શહેરના રસ્તા અને શેરીઓ બ્લોક થઇ હતી. અનેક વીજ પોલ, 66કેવી અને ફિડરો ડેમેજ થયા હતા. સમગ્ર જિલ્લામાં બે દિવસથી વીજળી જતી રહી છે. છેલ્લા 2 દિવસથી જિલ્લાએ જાણે કાળી ચાદર ઓઢી હોઈ એવો માહોલ જોવા મળી રહ્યો છે.

તૌકતેના ભરડામાં અમરેલી: વાવાઝોડા બાદના ભયાનક દ્રશ્યો

આ પણ વાંચોઃવિરમગામ શહેરમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન, વાવાઝોડાએ તારાજી સર્જી

અમરેલીમાં વાવાઝોડાના કારણે પક્ષીઓ મૃત હાલતમાં જોવા મળ્યા હતા

વૃક્ષો ધરાસાઇ થતાં પક્ષીઓ મોટી સંખ્યામાં મર્યા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. અમરેલીના સેન્ટર પોઇન્ટની આજુ-બાજુના વૃક્ષો પર વસવાટ કરતા પોપટ અને અન્ય પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details