ગુજરાત

gujarat

ETV Bharat / state

પીપાવાવ શિયાળ બેટમાં વાયુ વાવાઝોડાને લઈ તંત્ર તૈયારીઓ સાથે સજ્જ - Shiyal bet

અમરેલીઃ આ છે જાફરાબાદના પીપાવાવ પોર્ટનું શિયાળ બેટ જ્યાં 24 કલાકમાં ભારે વરસાદ અને વાયુ વાવાઝોડું ત્રાટકવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેથી દરિયાઈ પટ્ટીઓમાં વસતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરિયાઈ પટ્ટીમાં તૈયારી કરી દેવાઈ છે.

અમરેલી

By

Published : Jun 11, 2019, 7:04 PM IST

અમરેલી જિલ્લામાં પીપાવાવ પોર્ટ નજીકના સમુદ્રની વચ્ચે શિયાળ બેટ નામનો ટાપુ આવેલ છે. જ્યાં વસવાટ કરતા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. તેમજ આ જગ્યાના લોકો હાલ પીપાવાવ થઈ શિયાળ બેટ સુધી બોટમાં બેસીને પોતાના ગામ સુધી પહોચે છે. આ ગામ સમુદ્ર વચ્ચે આવેલું છે.

પીપાવાવ શિયાળ બેટમાં વાયુ વાવાઝોડાને લઈ તંત્ર તૈયારીઓ સાથે સજ્જ

અમરેલી જિલ્લામાં વાયુ વાવઝોડાની અસર વધુ જોવા મળે તેવી શક્યતા છે. જેથી આ વિસ્તારમાં તમામ પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગામના સરપંચ અને વહીવટી તંત્ર દ્વારા પીવાનું પાણી, પાકા મકાનમાં રહેવાની સુવિધા ,જરૂરિયાત મુજબ ખાવા પીવાનો જથ્થો તેમજ માછીમારી કરતા લોકોને પાછા બોલાવી લેવામાં આવ્યા છે. હાલ તો અહીં સમુદ્ર શાંત છે, તેમજ કોઈ હિલચાલ જોવા મળી નથી.

ABOUT THE AUTHOR

...view details