અમરેલી : ગુજરાત બીજી વખત ફરી આફતને લઈને આ સાલ પણ હવામાન દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી દરિયાઈ પટ્ટીના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ફરીને વાવાજોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. ત્યારે ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. પોરબંદરથી લઈ જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, દરિયાકાંઠે વિમાન મારફત હવાઈ નિરીક્ષણ કર્યું હતું. માછીમારો માછીમારી ન કરે એ માટે તમામ ગતિવિધિ પર ખાનગી રાહે નજર રાખી રહ્યા છે.
અધિકારીઓ દ્વારા દરિયાની સ્થિતિ અંગે વિઝિટ: જિલ્લા તંત્રના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યાં પ્રમાણે રાજુલા પ્રાંત અધિકારી, બે મામલતદાર, ટીડીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પીપાવાવ પોર્ટ જેટી પર પહોંચ્યા હતા. શિયાળબેટ આસપાસ દરિયાની સ્થિતિ અંગે વિઝીટ કરી હતી. દરિયામાં કરંટ વધી રહ્યો છે, ત્યારે શિયાળ બેટ ગામ સમુદ્રના ટાપુ પર આવેલું ગામ છે જેના કારણે તંત્ર સીધી નજર રાખી રહ્યું છે. ઉપરાંત પીપાવાવ પોર્ટ પણ દરિયા કાંઠે આવેલું છે, જેથી તંત્રનો મોટો કાફલો આજે દરિયાકાંઠે જોવા મળી રહ્યો છે.
તંત્ર સતત એલર્ટ મોડમાં : અમરેલી જિલ્લામાં આજે પણ બે નંબરનું સિગ્નલ યથાવત્ રાખવામાં આવ્યું છે અને સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર સતત એલર્ટ મોડમાં છે. અમરેલીના જાફરાબાદનો દરિયો તોફાની બન્યો છે. જાફરાબાદ બંદરે દરિયામાં કરંટ સાથે 15 ફૂટ કરતા પણ વધુ મોજા ઉછળ્યા હતા. દરિયા કાંઠે પવનની ગતિ પણ વધી છે. જેથી સાંજ સુધીમાં બંદર પર લગાવેલા સિગ્નલમાં ફેરફાર થઈ શકે છે, જાફરાબાદના દરિયામાં હાઇટાઈડનો માહોલ જોવા મળી રહ્યો છે.
જાફરાબાદના દરિયામાં કરંટ: અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યનાં તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. વાવાઝોડું હવે ધીમે ધીમે નજીક આવી રહ્યુ છે. વાવાઝોડું ગુજરાતને ઘસરકો કરશે પણ જખૌ પર જોખમ હજુ પણ છે. આગામી ત્રણ દિવસ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠે વિમાન મારફત હવાઈ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. દરિયા તોફાની બનતા 15 ફૂટથી પણ વધુ મોજા ઉછળી રહ્યા છે.
- Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડામાં ઝીરો કેજ્યૂઆલિટીના અભિગમ સાથે વિશેષ આયોજન સમીક્ષા કરતાં સીએમ ભૂપેન્દ્ર પટેલ
- Biporjoy Cyclone: બિપરજોય વાવાઝોડા સામે તંત્ર સજ્જ, ગુજરાતના તમામ બંદરો પર એલર્ટ, માછીમારોને માછીમારી ન કરવા માટે આદેશ
- Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાંના સંકટ વચ્ચે કચ્છના બીચ બંધ, કંડલા બંદર પર 2 નંબરનું સિગ્નલ