અમરેલી : અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઇ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યના તમામ બંદરો પર ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. દરિયા કિનારે અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ વાવાઝોડું પોરબંદરથી 965 કિલોમીટર દૂર છે.
700 બોટ લાંગરી:અમરેલીના દરિયાકાંઠાનાં ગામોને એલર્ટ કરાયાં જાફરાબાદ બંદર પર ગઈકાલે 1 નંબરનું સિગ્નલ હતું, જે રાત્રિના સમયે 2 નંબરનું લગાવાયું હતું. માછીમારી કરવા ગયેલા માછીમારો કિનારે પરત ફરતાં હાલ 700 જેટલી બોટને કાંઠા પર સલામત રીતે રાખી દેવામાં આવી છે. માછીમારોને હવે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
કંટ્રોલરૂમ દ્વારા માહિતી અપાઇ : ગાંધીનગર હવામાન વિભાગના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર વાવાઝોડું પોરબંદરથી 965 કિલોમીટર દૂર મળતી માહિતી મુજબ બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 965 કિલોમીટર દૂર છે. અત્યારે વાવાઝોડાંની ગતિ ધીમી છે એટલે તે કઈ તરફ જઈ રહ્યું છે કે પછી કઈ તરફ જશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. સાચી ખબર બપોર પછી પડશે કે વાવાઝોડું કઈ દિશામાં આગળ વધી રહ્યું છે. જો મુંબઈ, ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધે તો ગુજરાત માટે આગામી બે દિવસ જોખમી છે અને જો પાકિસ્તાન તરફ ફંટાઈ જાય તો ગુજરાત પરથી ચક્રાવાતનો ખતરો ટળશે પણ 10-11 જૂને વરસાદની સંભાવના તો છે જ. સાથે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે.
ફંટાઇ જાય તો વાવાઝોડાનું સંકટ ટળે : બીજી તરફ અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે તેવી વાતનો હાલ પૂરતો અંત આવી ગયો હોય તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતના કિનારે વાવાઝોડું ટકરાશે નહીં, એટલે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ હાલ પૂરતું અટકી ગયું છે. પાંચ દિવસ બાદ નક્કી થશે કે, વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે કે અન્ય તરફ ફંટાયું છે.
- Monsoon in Gujarat : બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતમાં 10-11 જૂને પવન સાથે વરસાદની શકયતા
- Cyclone Biparjoy Update : બિપરજોય વાવાઝોડાને લઈને જામનગરના દરિયાકિનારના ગામોને કરાયા એલર્ટ
- Cyclone 'Biparjoy': તસવીર પરથી સમજો ચક્રવાતનું સ્વરૂપ, દિશા અને અસર અંગે