અમરેલીમાં અપરણ કેસમાં ફરાર આરોપીની ધરપકડ - Gujarat
અમરેલીઃ જિલ્લામાં અપરણના કેસમાં નાસતા-ફરતા આરોપીની ધરપકડ કરાઇ છે. આરોપીએ સગીર વયની દીકીરીનું અપહરણ કર્યું હતું. જેથી પોલીસે તેના વિરૂદ્ધ પોક્સો એક્ટ કલમ 18 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલીમાં અપરણ કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
અમરેલીના જાફરાબાદ તાલુકાના રહેતા વિષ્ણુ ભવનભાઇ શિયાળે સગીર વયની દિકરીને ફોસલાવી તેનું અપરણ કર્યુ હતું. જેથી તેના વિરુધ્ધ રાજુલા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળનો ગુનો નોંધાયો હતો. આરોપી વિષ્ણુ શિયાળ(ઉંમર 22)) કાયદેસરની ધરપકડ ટાળવા માટે 24 કલાકથી નાસતો હતો. પરંતુ પોલીસની બાજ નજરે આરોપીને રાજુલાના આગરીયા નાકા પાસે ભોગ બનનાર સાથે ઝડપી પાડ્યો છે. ત્યારબાદ તેની પર ફ.ગુ.ર.નં. ૧૬/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, પોક્સો એક્ટ કલમ ૧૮ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.